ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની હરરાજી અટકી ગઈ છે. મજૂરોએ ખરાબ વર્તનના કારણે કામગીરીનો બહિષ્કાર કર્યો, જેનો પરિણામ એ થયો કે યાર્ડમાં ડુંગળીના વેચાણની પ્રક્રિયા રોકાઈ ગઇ હતી. યાર્ડમાં ડુંગળીની અતિશય આવક અને મજૂરોની અછતના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મજૂરોનું કહેવું છે કે, ખેડૂતો અને વાહનચાલકો તેમની સાથે અસભ્ય વર્તન કરે છે અને કામની વધુ પડતી માંગ કરે છે. બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે, તેમની ડુંગળી સમયસર વેચાતી નથી અને તેમને નુકસાન થઈ રહ્યું છે.
મળતા માહિતી મુજબ, યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક હોય અને જગ્યા ઓછું પડતી હોય ત્યારે મજૂરો અને ખેડૂતો વચ્ચે પરિસ્થિતિ બગડી રહી છે. મજૂરો તરફથી જે રજુઆત કરવામાં આવી હતી તેમાં 50 ગાડીઓના પ્રવેશ પછી જ બીજાઓને પ્રવેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. પરંતુ, આ રજુઆત પર કોઈ કામગીરી ન થતા, આજે ખેડૂતોનો ગુસ્સો વધુ વધી ગયો હતો. રોષે ભરાયેલા ખેડૂતો યાર્ડના ગેટને બંધ કરીને પોતાની માગણી કરી.
આ સમસ્યાના નિરાકરણ માટે યાર્ડ સત્તાવાળાઓએ મજૂરો અને ખેડૂતો વચ્ચે વાતચીત કરવાની કોશિશ કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આ સ્થિતિના કારણે ડુંગળીના ભાવમાં વધારો થવાની અને ખેડૂતોને વધુ નુકસાન થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત, કાર અને રિક્ષા વચ્ચે ટક્કર
આ પણ વાંચો: ભાવનગરના કુંભારવાડામાંથી આધેડનો મળ્યો મૃતદેહ
આ પણ વાંચો: ભાવનગરમાં ડોકટરની બેદરકારીમાં યુવકનું મોત: દલિત સમાજે પોલીસ તપાસની કરી માંગ
