અમદાવાદઃ સરકાર દ્વારા મહિલાઓને તેમના ખાતામાં 2.5 લાખ જમા કરવા પર છુટ આપવામા આવી છે. પરંતુ જો તેમના દ્વારા મનીલોન્ડ્રીંગ થતું હશે તો તેમની કડક પુછપરછ કરવામાં આવશે. આઇટીના ટોચના એક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે ગૃહિણીઓના ખાતામાં વર્ષો સુધી ૧૦-૨૦ હજારની રકમના વહેવારો માંડ થતાં હોય તે મહિલાઓના ખાતામાં એકાએક બેથી અઢી લાખ રૃપિયા જમા થયા હશે અને તે પછી થોડા જ દિવસોમાં તે પૈસા અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હશે તો તેવા સંજોગોમાં આવકવેરા ખાતાના અધિકારીઓ તેમના ખાતામાં આવેલા પૈસા કોના હતા તે અંગે તેમને પૂછપરછ જરૃર કરશે.
IT વિભાગના બેંક અકાઉન્ટ્સના આકડા પરથી માહિતી મળી હતી કે, મહિલાઓના અકાઉન્ટ્સમાં મોટી રમક જમા થઇ હતી ત્યાર બાદ તેને અમુક દિવોસમાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જેથી શંકાના આધારે આવા ખાતા ઘારક ગૃહિણીની પાસેથી આવકના સ્રોતની માહિતી માંગવામાં આવશે જો તેનો યોગ્ય જવાબ નહિ મળે તો ડિપોઝિટને માન્ય રાખવામાં આવશે નહિ
અમદાવાદના આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છ કે મહિલાઓ અને તેમાંય ખાસ કરીને ગૃહિણીઓને આપવામાં આવેલી છૂટનો સંખ્યાબંધ બ્લેક મની હોલ્ડરોએ બેફામ લાભ લીધો હોવાનું બહાર આવી રહ્યું છે. આ લોકોએ મહિલાઓના ખાતામાં રૃા. ૨.૫ લાખ જમા કરાવ્યા પછી થોડા જ દિવસોમાં તે રૃપિયાનો ઉપાડ પણ કરી લીધો છે. આ એક પ્રકારે કરાયેલું મની લૉન્ડરિંગ જ છે. આ પ્રકારના કેસમાં ચોક્કસ તપાસ કરવામાં આવશે. તેમાં કોઈ જ કોમ્પ્રોમાઈસ કરવામાં આવશે નહિ.
નાની મોટી દરેક વયની મહિલાઓમાં રૃા. ૫૦,૦૦૦થી ૧.૫ લાખથી માંડીને રૃા. ૨.૨૫ લાખ જમા કરાવવામાં આવ્યા છે.
જોકે ૨૦૧૬-૧૭ના વર્ષના રિટર્નમાં આ આવક દર્શાવનારાઓને અને વર્ષોથી તેમની આવકના રિટર્ન ફાઈલ કરનારાઓને આ બાબતમાં તકલીફ ઓછી પડવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
