Panchmahal News/ પંચમહાલમાં નકલી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સેટલમેન્ટ કમિશ્નરે કાર્ડ રદ કરવાનો કર્યો હુકમ

ડીઆઈએલઆર કચેરીના અન્ય 3 સર્વેયરોની પણ બદલી કરી દેવામાં આવી હતી.

Top Stories Gujarat

Panchmahal News: પંચમહાલ (Panchmahal) જીલ્લામાં નકલી પ્રોપર્ટી કાર્ડ (Property Card) કૌભાંડમાં સિટી સર્વે સુપરિટેન્ડન્ટ ડી.ડી. પટેલ વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા હતા. બાદમાં પ્રોપર્ટી કાર્ડોની પ્રાથમિક તપાસ રાજ્ય કચેરીએ કરવામાં આવી હતી. જેમાં પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ જણાતાં 2866 કાર્ડ રદ કરાયા હતા. 2866 કાર્ડ રદ કરવા સેટલમેન્ટ કમિશ્નર કચેરી દ્વારા સિટી સર્વે કચેરી ગોધરાને આદેશ કરાયો છે.

મળતી વિગતો મુજબ ગુજરાત સરકારમાં સેટલમેન્ટ જમીન રેકોર્ડ નિયમક હેઠળ તંત્રમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર છે તેના પુરાવા મળી આવ્યા છે. સેટલમેન્ટ કમિશન્નરે પંચમહાલ સિટી સર્વે કચેરી દ્વારા બનાવવામાં આવેલા 2866 પ્રોપર્ટી કાર્ડમાં ખામી હોઈ રદ કરવાના આદેશ આપ્યા છે. મહેસૂલ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી આહવા ડાંગ બદલી કરી હતી. ઉપરાંત ડીઆઈએલઆર કચેરીના અન્ય 3 સર્વેયરોની પણ બદલી કરી દેવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે કાતોલ ગામમાં સર્વે નંબર 30ની 1139 ચો.મી. જમીન અંગે 2021થી 2023માં કોઈ અરજી થઈ નહોતી છતાંય મેન્ટેન્સ સરવેયરના લોગઈનમાંથી ડેટા એન્ટ્રી કરીને બોગસ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં હર્ષદ પંચાલની દાહોદથી પંચમહાલ બદલી કરાઈ, જે.કે. માલિવાડને વડોદરાથી કચ્છ બદલી કરવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ! સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી

આ પણ વાંચો:PM મોદી આજે લોન્ચ કરશે પ્રોપર્ટી કાર્ડ, જાણો તેના વિશે…

આ પણ વાંચો:સુરત પ્રોપર્ટીકાર્ડમાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓની સંડોવણીથી સરકાર ચોંકી ઉઠી