નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ હાલમાં જ ગુડગાંવ અને બેંગ્લુરુમાં Jio ના સિમ કાર્ડની હોમ ડિલિવર કરવાનું શરૂ કર્યુ છે.ઉલ્લેખનીય છે ક, રિલાયંસ Jio ખૂદ લોકો સુધી સીમ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. સ્નેપડીલ દ્વારા ડિલિવરી કરવામાં આવેલા Jio સિમમાં હેપી ન્યૂય યર ઓફર આપવામાં આવશે. આ ઓફર મુજબ 31 માર્ચ સુધી કોલિંગ અને ડેટા ફ્રી હશે. જો કે આ ઓફર Jio નાં તમામ સિમને લાગુ પડે છે.
કંપનીએ પોતાના કસ્ટમર્સને ઇમેલ કરવાનું શરૂ કરી દીધું છે. જેમા કહેવામાં આવ્યું છે કે, કસ્ટમર્સને ‘Token of gratitude’ તરીકે આપવામાં આવ્યું છે. કંપની મુજબ જે લોકોને ઇમેલ કરવામાં આવ્યું છે તેમને કોઇ ફિ ચકવી નહી પડે અને તે તેમના ઘર સુધી તદ્દન ફ્રિમાં પહોંચશે. અને એક્ટિવેટ પણ જલ્દી થશે તેના માટે યુજર્સે આધાર કાર્ડ આપવો પડશે.
