નવી દિલ્હીઃ દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વર્ષે, નાણામંત્રી તેમનું આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જોકે, ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં બે મંત્રીઓ એવા રહ્યા છે, જેમને આ તક મળી શકી નથી. તેઓ સંસદમાં બજેટ રજૂ કરી શક્યા નહીં. આ પાછળનું કારણ શું હતું? ચાલો તેના વિશે બધું વિગતવાર જાણીએ. કેન્દ્રીય બજેટ સાથે સંબંધિત કેટલાક અન્ય તથ્યો પણ જાણીએ.
સામાન્ય રીતે, દેશમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવાની પરંપરા નાણામંત્રી દ્વારા હોય છે, પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આજ સુધી બે નાણામંત્રીઓ, એચએન બહુગુણા અને કેસી નિયોગી, એવા રહ્યા છે જેમણે બજેટ ભાષણ આપ્યું ન હતું. તેને આ તક મળી નથી. આ અંગે એવું કહેવાય છે કે તેઓ ખૂબ જ ઓછા સમય માટે પોતાના હોદ્દા પર રહ્યા હતા. 1979-80માં એચએન બહુગુણાે માત્ર સાડા પાંચ મહિના માટે પદ સંભાળ્યું હતું, જ્યારે ભારતના બીજા નાણામંત્રી રહેલા કેસી માત્ર ૩૫ દિવસ માટે આ પદ સંભાળી શક્યા હતા અને તેથી તેમને આ તક મળી ન હતી.
આ સમયે ચૌધરી ચરણસિંહે જનતાદળમાંથી છેડો ફાડીને તેમની સરકાર બનાવી હતી. આ સરકાર પાછી ઇન્દિરા ગાંધીના ટેકાથી ચાલતી હતી. ઇન્દિરા ગાંધીએ ટેકો પરત ખેંચી લેવાના કારણે સરકાર પડી ગઈ હતી. તેના લીધે ફરી પાછી સામાન્ય ચૂંટણી આવી હતી. આના લીધે નાણાપ્રધાનોનો કાર્યકાળ પણ લાંબો રહ્યો ન હતો.
આ પણ વાંચો: શું બજેટ 2025માં આવકવેરાના સ્લેબમાં ફેરફાર થશે? છેલ્લા 10 વર્ષમાં ક્યારે ફેરફારો થયા તે જાણો
આ પણ વાંચો: સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચશે! બજેટ 2025માં ફેરફારો જોવા મળી શકે છે
આ પણ વાંચો: બજેટ 2025: શું જૂની ટેક્સ વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થશે ?
