Metro Train : ક્રિકેટ રસિકો માટે ખુશખબર! ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 12 ફેબ્રુઆરીએ રમાનાર મેચને પગલે ગાંધીનગર અને અમદાવાદના ક્રિકેટ રસિકો માટે મેટ્રો ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકો માટે સમાચાર આવ્યા છે, આગામી 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ક્રિકેટ મેચને પગલે વધારાની મેટ્રો ટ્રેન દોડશે. ભારત અને ઇંગ્લેન્ડ મેચના પગલે દર 8 મિનિટે મેટ્રો દોડશે.
ક્રિકેટ રસિકોના પરિવહન માટે વધારાની મેટ્રો ટ્રેનનું આયોજન કરાયું. મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી ચાલું રહેશે. મોટેરાથી APMC સુધી દર 8 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. થલતેજ ગામથી વસ્ત્રાલગામ સુધી પણ મેટ્રો ટ્રેન દોડશે. રાત્રિના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના પણ મેટ્રો દોડશે, મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસી સકાશે,આ નિર્ણયથી ક્રિકેટ રસિકોમાં આનંદની લાગણી છવાઈ છે.
વધારાની મેટ્રો ટ્રેન દોડશે
12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ક્રિકેટ મેચને પગલે મેટ્રો ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે દર 8 મિનિટે મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેન સેવાઓનો સમય વધારીને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેથી મેચ પૂર્ણ થયા બાદ પણ ક્રિકેટ રસિકો સરળતાથી ઘરે પરત ફરી શકે.
મેટ્રો સ્ટેશનો
મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસી શકાશે. તેમજ થલતેજ ગામથી વસ્ત્રાલગામ સુધી પણ મેટ્રો ટ્રેન દોડશે. રાત્રિના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી મોટેરાથી APMC સુધી દર 8 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. આ સમાચારથી ક્રિકેટ રસિકોને મેચ જોવા માટે આવવા-જવામાં સરળતા રહેશે.
આ પણ વાંચો:દહેગામમાં વેપારીની આત્મહત્યા, એપીએમસીના ચેરમેન સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
