Indonesia News/ ધરતીકંપના જોરદાર આંચકાને કારણે આ દેશની જમીન ધ્રૂજી,રિક્ટર સ્કેલ પર 6.1 તીવ્રતા માપવામાં આવી 

ઈન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ સ્થિત છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

Top Stories World

Indonesia News: ઈન્ડોનેશિયામાં (Indonesia) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.1 હતી અને તેનું કેન્દ્ર ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક દરિયાકિનારે હતું.માહિતી અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. રાહતની વાત છે કે સુનામીનો કોઈ ખતરો નથી. રાજ્ય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.

ઇન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’માં આવેલું છે

ઈન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ નામની જગ્યાએ સ્થિત છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

ભૂકંપ અને સુનામીએ તબાહી મચાવી છે

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં સુલાવેસીમાં આવેલા 6.2 તીવ્રતાના ભૂકંપમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર થયા હતા. અગાઉ 2018 માં, સુલાવેસીના પાલુમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ સુનામીમાં 2,200 થી વધુ લોકો માર્યા ગયા હતા. 2004 માં, આચે પ્રાંતમાં 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામી આવી અને ઇન્ડોનેશિયામાં 170,000 થી વધુ લોકો માર્યા ગયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈન્ડોનેશિયામાં ફરી ફાટ્યો રુઆંગ જ્વાળામુખી

આ પણ વાંચો:ઈન્ડોનેશિયામાં ચાર હાથ અને ત્રણ પગવાળા જોડિયા બાળકનો જન્મ, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત

આ પણ વાંચો:થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા સહિત આ 7 દેશોમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી