Gandhinagar News : રાજ્યમાં કોમન સિવિલ કોડ(UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી એ આજરોજ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
રાજ્યમાં કોમન સિવિલ કોડ(UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યો સાથે આજરોજ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.
કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ, નિવૃત્ત વરિષ્ઠ I.A.S. શ્રી… pic.twitter.com/M7X3nOqoaT
— Rushikesh Patel (@irushikeshpatel) March 5, 2025
કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ, નિવૃત્ત વરિષ્ઠ I.A.S. સી. એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારા – યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
જેના ભાગરૂપે રાજ્ય સરકારે U.C.C. ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે.
આ પણ વાંચો:નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બતાવી બહાદુરી
આ પણ વાંચો:યુટ્યુબમાં જોઈને નકલી નોટો છાપી : SOGએ નડિયાદમાંથી એક લાખની બનાવટી નોટો ઝડપી, બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત
