રાજકોટઃ કાગવાળ ખાતે યોજાયેલ પ્રાણપ્રતિષ્ટ મહોત્સવનાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું .બીજા દિવસે વિઠલ રાદડિયા અને રાજ્ય કક્ષાના મંત્રી જયેશ રાદડીયા, એસ.પી.જી.નાં નેતા લાલજી પટેલ આવી પહોચ્યા હતા, લાલજી પટેલે અનામત માટે સરકાર ને સદબુધિ આપે તેમ જણાવ્યું હતું ,અનેક રેકોર્ડ સર્જતું ખોડલ ધામે બીજા દિવસે પણ એક અનોખી પહેલ કરી હતી અને પેહલી વાર લોકડાયરો બપોરે ૧૨ વાગે આયોજન કરવામાં આવ્યું હતું, કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી સહિત, બ્રિજદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી અને સભા મંડપ ખીચોખીચ ભરાઈ ગયું હતું જોકે મંડપ નીબાર લગાવેલ સ્ક્રીન ઉપર લાખો લોકો ખરા તડકામાં ડાયરાની મોજ માડી રહ્યા હતા
આજે મર્દીરના પ્રાઆંગણમા 1008 કુંડનૉ હવન થસે અને આ યજ્ઞમા 2500 જેટલા લોકો ઍક સાથે હવન કરશે ખોડલધામને અનેક રેકોર્ડમા સ્થાન મળ્યું છે ત્યારે ઍક સાથે 1008 કુંડ હવન જે રેકોર્ડમા સ્થાન મેળવશે.
૨૧ જાન્યુઆરીના રોજ ખોડલધામમાં મુખ્ય મંદિરમાં ખોડલ માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ પ્રસ્થાપિતને લઈ શાસ્ત્રવિધિ પ્રમાણે જે સામગ્રીની જરુર પડતી હોય તેમાં કોઈ પણ પ્રકારણી કચાસ રાખવામાં આવી નથી. ત્યારે ખોડલ માતાજીને પ્રાણ પુરવા મધનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ મધ તુલસીનું મધ હોય છે અને ચંદન તેમજ અનેક સામગ્રીની જરૂર પડતી હોય છે. જેમાં મધ અને ચંદન ખુબજ કીમતી હોય છે જે મધની કીમત લાખોમાં અંકાઈ છે જે મધ એક દાતા દ્વારા અહી અર્પણ કરાયું હતું
