Ahmedabad News/ ગુજરાતમાં 70 લાખ લોકો પાસે આધાર કાર્ડ નથી! ચોંકાવનારો અહેવાલ

ગુજરાતમાં 70 લાખ લોકો પાસે આધાર કાર્ડ નથી. 

Gujarat Top Stories

Ahmedabad News: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ (International Institute for Population Science)ના અહેવાલ મુજબ, માર્ચ 2025 સુધીમાં ગુજરાતની વસ્તી 7.32 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. એક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં રાજ્યમાં 6.62 કરોડ લોકો પાસે આધાર કાર્ડ (Aadhar Card) છે. દેશની 141.32 કરોડની વસ્તી સામે 133.55 કરોડ લોકો પાસે આધાર કાર્ડ (Aadhar Card) છે, જેનો અર્થ એ થયો કે 7.77 કરોડ લોકો પાસે આધાર કાર્ડ નથી અને ગુજરાતમાં 70 લાખ લોકો પાસે આધાર કાર્ડ નથી.

Aadhaar Card: Three months of final Aadhaar hearing in Supreme Court: Here's all you need to know

મળતી માહિતી મુજબ, આધાર ડેશબોર્ડ મુજબ, ગુજરાતના 10 જિલ્લાઓમાં તેમની વસ્તી કરતા ઓછા આધાર કાર્ડ છે. આમાંથી, સાબરકાંઠામાં સૌથી વધુ લોકો એટલે કે 30 ટકા લોકો પાસે આધાર કાર્ડ (Aadhar Card) નથી. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પંચમહાલ, વડોદરા, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, છોટાઉદેપુર અને ભાવનગરનો પણ સમાવેશ થાય છે. દેશના 85% આધાર કાર્ડ (Aadhar Card) ધારકોએ પણ પોતાનો આધાર અપડેટ કરાવ્યો છે. દેશમાં 2009-10 થી 2023-24 દરમિયાન આધાર કાર્ડ પર 17500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

જિલ્લો આધારકાર્ડ
સાબરકાંઠા 70%
જૂનાગઢ 71%
જામનગર 75%
પંચમહાલ 81%
વડોદરા 87%

Aadhaar corrections get tighter: Gazette notification required for name changes, Aadhaar, Aadhaar update, Aadhaar correction, name correction, address correction, date of birth

ગુજરાતમાં કુલ આધાર કાર્ડ ધારકોમાંથી 47.62% મહિલાઓ છે. જ્યારે 52.38% પુરુષો છે. કુલ આધાર કાર્ડ ધારકોમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ 76.68% છે. જ્યારે 5 વર્ષથી 18 વર્ષની વયના બાળકોનું પ્રમાણ 20.44% છે. કુલ આધાર કાર્ડ (Aadhar Card) ધારકોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ 2.88% છે. મોટાભાગના રાજ્યોમાં અને સમગ્ર દેશમાં પણ, મહિલાઓ માટે આધાર કાર્ડનો ગુણોત્તર પુરુષો કરતાં ઓછો જોવા મળે છે. નાગાલેન્ડમાં, ફક્ત 62.31% વસ્તી પાસે આધાર કાર્ડ છે. અરુણાચલ પ્રદેશમાં 79.01%, મેઘાલયમાં 80.50%, મણિપુરમાં 82.33% અને સિક્કિમમાં 84.31% લોકો પાસે આધાર કાર્ડ (Aadhar Card) છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તેમની વસ્તીના પ્રમાણમાં ઓછા આધાર કાર્ડ (Aadhar Card) છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં આધાર કાર્ડ અપડેટ માટે લાંબી લાઈનો, કચેરીએ વ્યવસ્થા ન કરતાં અરજદારો પરેશાન

આ પણ વાંચો:આધાર કાર્ડથી પ્રેરિત થયું આ કપલ, કંકોત્રી એવી છપાવી કે ઓળખવું થઈ ગયું મુશ્કેલ

આ પણ વાંચો:ID પ્રૂફ તરીકે આધાર કાર્ડની દરેક જગ્યાએ માંગ, છેતરપિંડીથી બચવા કરો આ કામ