Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટે વલસાડની સગીરાને 26 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી

ગર્ભપાત (Abortion) બાદ દીકરીની સારવાર અને સંભાળ રાખવાની સૂચના આપી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) વલસાડની 14 વર્ષની સગીરાને પાડોશી દ્વારા કરાયેલા દુષ્કર્મ (Rape)માં 26 અઠવાડિયાના ગર્ભપાત (Abortion)ની મંજૂરી આપી હતી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એમેન્ડમેન્ટ બિલ (Medical Termination of Amendment Bill)ની જોગવાઈ મુજબ 24 અઠવાડિયા સુધીના ગર્ભાવસ્થાના ગર્ભપાતને મંજૂરી છે.

જસ્ટિસ જે.સી. દોશીએ 26 અઠવાડિયાના ગર્ભને ચોક્કસ પરિસ્થિતિને આધારે સગીરાના ગર્ભપાત (Abortion)ને મંજૂરી આપતો મહત્વનો ચુકાદો આપ્યો હતો. સગીરાની શારીરિક અને માનસિક અવસ્થા સારી ન હોઈ તેમજ બાળકના જન્મ અંગે જરૂરી જ્ઞાનનાં અભાવે મનોચિકિત્સક, સ્ત્રી રોગના નિષ્ણાતના રિપોર્ટના આધારે તેમજ સગીરા દ્વારા કરાયેલ રીટ પિટિશન (Writ Petition)નાં આધાર પર ચુકાદો આપ્યો હતો. સગીરા આદિવાસી વિસ્તારમાંથી આવતી હોવાથી, તેમજ બાળકને જન્મ આપવા માંગતી ન હોવાના કારણો પણ ધ્યાનમાં લેવાયા હતા. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મેડિકલ રિર્પોર્ટનાં આધારે બાળકના જન્મ આપવાથી થનાર જોખમ અને ભય રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. ગર્ભપાત (Abortion) બાદ દીકરીની સારવાર અને સંભાળ રાખવાની સૂચના આપી હતી.

ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) તાપીની 15 વર્ષ અને 9 મહિનાની માનસિક દિવ્યાંગ સગીરાને 27 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત (Abortion) માટે મંજૂરી આપી હતી. હાઈકોર્ટે પીડિતાના મેડિકલ રિપોર્ટ્સના આધારને ધ્યાને લઈ કહ્યું કે, સગીરાના ગર્ભપાતમાં બ્લીડિંગ અને ઈન્ફેક્શનનું જોખમ રહેલું હોવાથી માનસિક તકલીફો પણ છે. સ્મીમેર હોસ્પિટલને ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવા પૂરતી સુરક્ષા સાથે ગર્ભપાત (Abortion) કરવા હુકમ આપ્યો છે. આ પુરાવા એફએસએલમાં મોકલવા હુકમ કર્યો હતો.

સગીરાને મેડિકલ ખર્ચમાં સરકારી યોજનાનો લાભ અપાવવા ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) હોસ્પિટલ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. સગીરાના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમની પુત્રી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી તે સામાજીક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ નહીં હોવાથી હાઈકોર્ટે તેના ગર્ભપાત (Abortion)ને મંજૂરી આપવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મનોદિવ્યાંગ સગીરાને મેડિકલ રિપોર્ટ્સના આધારે આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:બળાત્કાર પીડિતાને ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી