પંચમહાલઃ જમ્મુ કાશ્મિરમાં સતત થઇ રહેલી હિમ વર્ષને લીધે ગુરેજ સેક્ટરમાં થયેલ હિમસ્ખલનમાં 15 જવાનો શહિદ થયા હતા.ગુરુવારે વધુ 4 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમા ગુજરાતના ગોધરા તાલુકાના ઓરવાડા ગામના વતની સુનીલ તખતસિંહ પટેલનો પણ સમાવેશ થયો હતો. હિમસ્ખલનમાં સુનિલ પટેલ પણ શહીદ થયા હતા.
જાણવા મળતી મહિતી મુજબ ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર સમય સર રાહત કાર્ય માટે નહી પહોચી શક્તા 15 જવાનો શહીદ થયા હતા. જેમા સુનિલ પટેલનો પણ સમાવેશ થયો હતો. સુનિલ પટેલના શહીદ થયા હોવા અંગેની જાણ તેમના ભત્રીજા પ્રકાશભાઇ કે જેઓ અબટાલીયામાં સેવા આપી રહ્યા હતા તેમણે કરી હતી. જેમણે સુનિલ પટેલના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે, સુનિલ પટેલ શહીદ થઇ ગયા છે. સુનિલ પટેલના પરિવારમાં પિતા 28 વર્ષની સેનાની નોકરી બાદ નિવૃત થયા હતા. જ્યારે તેના મોટા ભાઇ ખેતી કરે છે. સુનિલભાઇને એક ત્રણ વર્ષની આરોહી નામની ત્રણ વર્ષની દિકરી પણ છે.
