Morbi News/ મોરબીના ઝુલતા પુલ અકસ્માતના કેસમાં જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

મોરબીના ઝુલતા પુલ અકસ્માત કેસમાં ઓરેવા ગ્રુપના (Oreva Group) જયસુખ પટેલ (Jaysukh Patel) સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી મોરબી સેશન્સ કોર્ટે (Morbi Sessions Court) ફગાવી દીધી છે.

Gujarat Top Stories Others Breaking News

Morbi News: મોરબીના ઝુલતા પુલ અકસ્માત કેસમાં ઓરેવા ગ્રુપના (Oreva Group) જયસુખ પટેલ (Jaysukh Patel) સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી મોરબી સેશન્સ કોર્ટે (Morbi Sessions Court) ફગાવી દીધી છે. આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી દલીલ કરી હતી કે તેમની સામે નોંધાયેલ આઈપીસીની કલમો હેઠળ કોઈ ગુનો કરવામાં આવ્યો નથી.

ગયા બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીની દલીલો અને રજૂ કરાયેલા વિવિધ કોર્ટના નિર્ણયોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

અકસ્માતના દિવસે 3,165 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. જો કે, પુલ પર એક સાથે કેટલા લોકોને મંજૂરી આપી શકાય અથવા કેટલી ટિકિટો આપી શકાય તે અંગે કોઈ સ્પષ્ટ નિયમો નહોતા. દુર્ઘટના પીડિત એસોસિએશને પાલિકા અને કલેક્ટરને આરોપી બનાવવા માટે આવેદન પણ આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની આજે સુનાવણી ઝુલતા પુલ દુર્ઘટના કેસની આજે હાઇકોર્ટમાં સુનાવણી સહાય અંગે હાઈકોર્ટ આજે કરી શકે છે આદેશ SCની ગાઇડલાઇન

આ પણ વાંચો: મોરબી ઝુલા પુલ કાંડના આરોપી જયસુખ પટેલની મોદક તુલાથી વિવાદ

આ પણ વાંચો: મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જ વિતાવશે