પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે (7 મે)ના રોજ ગુજરાતનાં 19 શહેરની સાથે દેશનાં 244 શહેરમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોકડ્રિલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાતના આ શહેરમાં થશે મોકડ્રીલ
ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.
કયા સમય થશે મોકડ્રીલ
આવતીકાલે (7 મે)ના રોજ ગુજરાતનાં 19 શહેરની સાથે દેશનાં 244 શહેરમાં મોકડ્રિલ યોજવાની છે જેનો સમય સાંજના 4થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ છે અને 7.30થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ થશે.
