Gujarat News/ ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ

ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Gujarat News: ‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લામાં કાર્યક્રમોમાં ભાગ લેશે. કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ભૂજ અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લે તેવી શક્યતા છે. 26મીએ સાંજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળશે. 27મીએ દાહોદમાં રેલવે લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 26મીએ સાંજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય રોડ શોમાં ‘ઓપરેશન સિંદૂર’ની ઝલક પણ જોવા મળશે. બ્રહ્મોસ મિસાઇલ સહિત દેશની બહાદુરી દર્શાવતી કટીંગ અને પ્રતિકૃતિઓ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં લગભગ 50 હજાર લોકો એકઠા થશે. ઓપરેશન સિંદૂરની ભવ્યતા દર્શાવવા માટે અલગ અલગ ટેબલ ગોઠવવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય જીત દર્શાવવા માટે રોડ શોના રૂટ પર બેનરો અને ટેબલ લગાવવામાં આવશે.

અમદાવાદ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયમાં પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી તાજ સર્કલ ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તા પર લોકો ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દર્શાવતા બેનરો લઈને ઉભા રહેશે. ખાસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને, બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિઓ અને ટેબલ સ્થાપિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 26મી તારીખે, તેઓ કચ્છના મતના મઢ, ભુજ અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મી તારીખે તેઓ ભુજના મિર્ઝાપુર રોડ પર એક જાહેર સભાને સંબોધિત કરશે. 27મીએ દાહોદમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 20 એપ્રિલ 2022 ના રોજ થયું હતું.

પીએમ નરેન્દ્ર મોદીના ભુજ કાર્યક્રમની જવાબદારી પ્રફુલ પાનસેરિયાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વિનોદ ચાવડાને તમામ કાર્યક્રમોની તૈયારીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આદમપુર એરબેઝ પર પીએમ મોદી સેનાના સૈનિકોને મળ્યા

આ પણ વાંચો: અમે અત્યારે સૈન્ય કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે : PM મોદી

આ પણ વાંચો:ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક