Ahmedabad News/ ટ્રાઇના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરતા બે શખ્સોની ATSએ ધરપકડ કરી

રોપીઓની જાળમાં કેટલા લોકો આવ્યા અને કેટલાની છેતરપીડી થઇ તે અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : ચ્રાઈના અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરતા બે ગઠિયાની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી લવકેશ વાધવા અને અનુરાગ ગુપ્તાની હરીયાણાની સેન્ટ્રલ જેલ ખાતે મુલાકાત થઇ હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં તેમણે લોકોની છેતરપિંડીનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન અનુસાર અનેક લોકો સાથે છેતરપીડી કરી. આરોપીઓ કંઇ મોડસ ઓપરેન્ડી થી લોકોને છેતરતા હતા.

અમદાવાદ એટીએસને માહીતી મળી હતી કે થલતેજ વિસ્તારમાં રહેલ કેમ્બવે ગ્રાનડમા નવ માળે રહેલ ડેટા ફર્સ્ટ કંપનીમાંથી કોલ ટ્રાન્સફર કરી લોકો સાથે ઠગાઇ થઇ રહી છે.સીપ લાઇન મારફતે અનેક ફ્રોડ થઇ રહ્યા છે. જેના આધારે સાઇબર ક્રાઇમ અને એટીએસએ રેડ કરી હતી જ્યા વિગત ખુલી હતી કે હોંગકોંગ સ્થિત ક્વીક કોમ કંપનીએ ત્રણ સર્વર ભાડે રાખ્યા હતા અને ત્યાંથી સીપ લાઇન ચલાવતા હતા. આ સીપ લાઇન થકી ૨૦ થી ૨૪ એપ્રીલ દરમિયાન ૬૫૦૦૦ કોલ કરવામાં આવ્યા હતા. જેની તપાસમાં બે આરોપીઓ લવલેશ વાધવા અને અનુરાગ ગુપ્તાનું નામ ખુલ્યુ હતુ જેમાં અનુરાગ ની દેહરાદુન અને લવકેશની દિલ્હીથી ધરપકડ કરી છે.

આરોપી લવકેશ વિઝ ફ્રોડના ગુન્હામાં અને અનુરાગ ગુપ્તા વોઇસ કોલ ફ્રોડના ગુન્હામાં હરીયાણા સેન્ટ્રલ જેલમાં હતા જ્યાં બંનેની મુલાકાત થઇ અને જેલમાંથી નિકળી વોઇસ કોલ થકી ફ્રોડ કરવાનો પ્લાન બનાવેલો. જેલમાંથી છુટ્યા બાદ બંને આરોપીઓ સંપર્કમાં હતા. બંને આરોપી હોંગકોંગની ક્વિક કોમ કંપની ચાઇનીઝ મહિલા સિન્ડીવાનના સંપર્કમાં આવ્યા હતા. જેને સર્વિસ પુરી પાડવા બંનેએ કોન્ટ્રાક્ટ કર્યો હતો અને તેમણે લવકેશની પત્ની તરૂણાના નામે કંપની રજીસ્ટ્રર કરાવી અમદાવાદ ખાતે સર્વર ભાડે રાખ્યું હતું.

આરોપીઓએ જર્મની ખાતે ભાડે રાખેલા સર્વરને અમદાવાદ સ્થિત સર્વર સાથે કનેક્ટ કરી સીપ લાઇન મારફતે કોલ કરતા હતા . આરોપીઓ ટ્રાઇના અધિકારી હોવાથી ઓળખ આપી બે કલાકમાં સીમ બંધ કરવાની ધમકી આપી, ડીજીટલ અરેસ્ટ અથવાતો રોકાણ કરવાના નામે છેતરપિંડી કરતા હતા. એક કાલ માટે આરોપીઓને સિન્ડી વાન મહિલા ૪૮ પૈસા આપતી હતી ૬૫૦૦૦ કોલ માટે આરોપીઓને ૨૬૦૦૦ રુપિયા યુએસ ડોલર સ્વરૂપે આપ્યા હતા.

આરોપી અનુરાગ ગુપ્તા સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ છે તે એમ કોમ સુધી અભ્યાસ કરેલ છે અને છેલ્લા ૧૮ વર્ષ થી કોલ સેન્ટર તથા ઇન્ટરનેટ સર્વિસના કામ સાથે સંકળાયેલ છે તેણે સિન્ડીવાન પાસેથી મળેલા ડેટાના આધારે સિન્ડીવાન સાથે મળી ઇરાન ઇરાક કંબોડિયા અને મલેશિયાથી કોલ કરી છેતરપિંડી કરી હતી આરોપીઓ એનસીસીઆરપી પોર્ટલ પર ૪૯ ફરિયાદ નાંધાઇ છે જેમાં ગુજરાતની ૨૨ અને દેશના અન્ય રાજ્યોની ૨૩ કરતાં વધારે ફરિયાદ છે.

આરોપાઓે ૩૦ થી ૪૦ લાખની છેતરપીડી કરી હોવાની વિગત મળી છે.સામાન્ય રીતે પ્રોડક્ટ્સની એડવર્ટાઇઝીંગ અને માર્કેટિંગ માટે સીપ લાઇનનો કાયદેસરનો ઉપયોગ થતો હોય છે જોકે આરોપીઓએ તેને ફ્રોડનુ માધ્યમ બનાવ્યું હતું આરોપીઓ રાખેલા સર્વર થકી પ્રત્યેક દિવસે ચાર લાખ કોલ થઇ શકતા હતા . આરોપીઓની જાળમાં કેટલા લોકો આવ્યા અને કેટલાની છેતરપીડી થઇ તે અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં યુવતી પર ગેગંરેપ : BJPનો મહામંત્રી માદક પીણું પીવડાવી યુવતીને કારમાં લઈ ગયો, મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું