Gujarat News : હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં 40-45 kmph ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના મોટાભાગના પોર્ટ ઉપર નંબર DC 1 નું સિગ્નલ આપવામાં આવ્યું છે. વોલમાર્ક સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આજે ધીમે મુવમેન્ટ કોંકણથી પૂર્વીય દિશામાં ગતિમાન કરશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ગીરસોમનાથ, દીવ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ આવશે. આ દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળશે. કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું આવે છે અને 8 જૂન સુધી આખા દેશને કવર કરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પાછું હટવાનું શરૂ કરી દે છે અને 15 ઓકટોબર સુધી સંપૂર્ણ રીતે વિદાય લઈ લે છે.
પરંતુ આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી ક્લાઈટમેન્ટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરની ઉપર એક લો પ્રેશર સિસ્ટમ બની છે.
તેની સાથે જ દક્ષિણથી ઉત્તર તરફ તેજ હવા ચાલી રહી છે જેના કારણે વાદળ બની રહ્યા છે. આ 3 કારણ છે કે ચોમાસાને આગળ વધારવા માટેની પરિસ્થિતિઓનું નિર્માણ થયું. જો કે એવી પણ આશંકા છે કે પરંતુ જો ચોમાસુ વહેલું આવે અને ધીમું પડે અથવા નબળું પડી જાય તો એકંદરે ઓછો વરસાદ પડી શકે છે અને ક્યારેક એવું બને કે ચોમાસું મોડું આવે પણ લાંબા સમય સુધી રહે છે અને સારો વરસાદ આપે છે.
આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર
આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ
આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત
