Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજ સ્થિત મામલતદાર કચેરીનો પટાવાળો (કરાર આધારિત) રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા રૂ.2,000ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયો હતો.આ કેસની નિગત મુજબ ACBને માહિતી મળી હતી કે, મામલતદાર કચેરી, પ્રાંતિજ, જી.સાબરકાંઠા ખાતેના કર્મચારીઓ સર્વે નંબરોની જુની નોંધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.૧૦૦૦/- થી ૨૦૦૦/- સુધીની લાંચ લે છે.
જે આધારે વોચ રાખી લાંચના મામલતદાર કચેરી ની પાછળના ભાગે પાર્કિગમાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિક પાસેથી રૂ.૨૦૦૦/- ની લાંચ લેતા મામલતદાર કચેરીમાં પ્યુન તરીકે કામ કરતો રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા ACBને હાથે ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:વરસાદ આ વર્ષે વહેલો નહીં આવે! 24 કલાકમાં ભારે વર્ષાનું એલર્ટ
આ પણ વાંચો:વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન
આ પણ વાંચો:કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની દસ્તક પછી વાવાઝોડાં અને ભારે વરસાદની ચેતવણી
