અમદાવાદઃ દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા NID 29 વિદ્યાર્થીઓને મેડિકલ ચેકઅપમાં વિલંબ કરીને સમગ્ર બનાવ પર પોલીસ દ્વારા ઢાંકપિછોણો કરવામાં આવી રહ્યો છે. ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓને પોલીસસ્ટેશનમાં VIP સવલતો આપવામાં આવે છે. આરોપીઓને એક રૂમમાં પદડા પાછળ રાખવામાં આવ્યા હતા. તમામ આરોપીને પોલીસ બચાવી રહી છે. તમામને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આ સમાચાર લખાય રહ્યા છે ત્યાર મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓને મડિકલ ચેકઅપ માટે સોલ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્ય. હતા.
NID ના વિદ્યાર્થીઓ રાતે દારૂની મહેફીલ માણી રહ્યા હતા તે સમયે કોઇ રાતે 100 નંબર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા 14 યુવતીઓ સહિત 29 વિદ્યાર્થીઓની ધરપકડક કરવામાં આવી હતી.
