Ahmedabad plane crash/ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય

એર ઇન્ડિયાનું Boeing-787 વિમાન VT-ANB અમદાવાદથી ફ્લાઇટ નંબર AI-171 માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ બેઠા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: 12 જૂનના રોજ થયેલા વિમાન દુર્ઘટના (Plane Crash)માં એર ઈન્ડિયા (Air India)ની લંડન ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની હતી. આ દુ:ખદ ઘટના બાદ, એર ઈન્ડિયા (Air India) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી લંડન (Ahmedabad to London)ની સીધી ફ્લાઇટ (Direct flight) હાલ માટે બંધ કરવામાં આવી છે.

12 જૂનનાં રોજ થયેલી વિમાન દુર્ઘટના મામલે એર ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, હાલમાં એર ઈન્ડિયાની કોઈ ફ્લાઇટ અમદાવાદથી લંડન જશે નહીં. એર ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી આગામી શનિવારની ફ્લાઇટને સમયપત્રક (Flight Schedule)માંથી દૂર કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં અમદાવાદથી લંડનની ફ્લાઇટ ક્યારે શરૂ થશે તે નક્કી નથી. એડવાન્સમાં બુકિંગ કરાવનાર મુસાફરોને રિફંડ આપવામાં આવશે.

એર ઇન્ડિયાનું Boeing-787 વિમાન VT-ANB અમદાવાદથી ફ્લાઇટ નંબર AI-171 માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ બેઠા હતા. ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમેરિકા અને UKની ટીમોની મદદથી ફ્લાઈટ ક્રેશના કારણની તપાસ કરી રહ્યું છે.

13 જૂનનાં રોજ બી.જે. મેડિકલ કોલેજના ટેરેસ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું હતું જે ભારતના નાગરિક ઉડ્ડયન (Civil Aviation) મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું હતું કે આ દુર્ઘટનાની “તપાસમાં નોંધપાત્ર મદદ” કરશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નીકળ્યાના 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં વિમાન ઊંચાઈ ગુમાવી બેઠું અને બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોકટરોના રેસિડેન્ટ તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત સાથે અથડાયું હતું, જેમાં ઘણા નાગરિકોના મોત નિપજ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:7 મહિના માટે ગ્રાઉન્ડેડ હતું વિમાન, એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર 787-8 વિશે મોટો ખુલાસો

આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય

આ પણ વાંચો:એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ