Not Set/ ભારતીય અમેરિકન વકીલની અમેરિકામાં ટ્રેનની ટક્કર લાગતાંં મોત

કેલિફોર્નિયામાં એક ટ્રેને સાથે અથડાતા ભારતીય મૂળના ૪૬ વર્ષના વકીલનું અવસાન થયું હતું. બેંગલુરૃમાં જન્મેલા કિર્તી કપુર ડેવિસ પોલ્ક લો ફાર્મમાં ભાગીદાર હતા. મેન્લો પાર્કમાં રહેતા કપુર વોટકિન્સ એવેન્ય ક્રોસિંગ પાસે સોમવારે દક્ષિણ તરફ જઇ રહેલી એક ટ્રેન અથડાવવાથી માર્યા ગયા હતા, એમ સાન માન્ટો કાઉન્ટિ કોરોનરની ઓફિસે  કહ્યું હતુ. કોરોનરની ઓફિસના ફેલો થોમસ મેકગોવર્ને […]

Uncategorized

કેલિફોર્નિયામાં એક ટ્રેને સાથે અથડાતા ભારતીય મૂળના ૪૬ વર્ષના વકીલનું અવસાન થયું હતું. બેંગલુરૃમાં જન્મેલા કિર્તી કપુર ડેવિસ પોલ્ક લો ફાર્મમાં ભાગીદાર હતા. મેન્લો પાર્કમાં રહેતા કપુર વોટકિન્સ એવેન્ય ક્રોસિંગ પાસે સોમવારે દક્ષિણ તરફ જઇ રહેલી એક ટ્રેન અથડાવવાથી માર્યા ગયા હતા, એમ સાન માન્ટો કાઉન્ટિ કોરોનરની ઓફિસે  કહ્યું હતુ. કોરોનરની ઓફિસના ફેલો થોમસ મેકગોવર્ને કહ્યું હતું કે મોતની તપાસ કરાઇ રહી છે.

કપુર તેમની પાછળ પત્ની અને પુત્રી મૂકતા ગયા છે.  એક વેબસાઇટના જણાવ્યા અનુસાર કપુરે  વિદેશ ગયેલા ભારતીય વકિલોની નવી પેઢીના  ખૂબ પ્રેરણા આપી હતી. તેઓ ડેવિસ પોલ્કમાં ભારતીય જુથના વડા હતા.