Not Set/ નેપાળ સરકારે બાબા રામદેવ ને મોટો ઝાટકો આપ્યો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર નેપાળ સરકારે બાબા રામદેવને મોટો ઝાટકો આપ્યો છે. નેપાળની દવાનિયામ કે બાબારામદેવ ની પંતજલિની સાત આયુર્વેદિક દવાઓ લેબટેસ્ટમાં હલકી ગુણવત્તાની જણાતા પરત લેવાનો આદેશ આપ્યો છે. નેપાળના દવા પ્રશાસનવિભાગે બુધવારે જારી એક સાર્વજનિક નોટિસમાં કહ્યુંકે, ઉત્તરાખંડ સ્થિત દિવ્યફાર્મસીમાં બનેલ સાત દવાઓ પરીક્ષણમાં હલકી ગુણવત્તાની મળી આવી છે. સૂક્ષ્મજીવી સંબંધી […]

Uncategorized

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર નેપાળ સરકારે બાબા રામદેવને મોટો ઝાટકો આપ્યો છે. નેપાળની દવાનિયામ કે બાબારામદેવ ની પંતજલિની સાત આયુર્વેદિક દવાઓ લેબટેસ્ટમાં હલકી ગુણવત્તાની જણાતા પરત લેવાનો આદેશ આપ્યો છે. નેપાળના દવા પ્રશાસનવિભાગે બુધવારે જારી એક સાર્વજનિક નોટિસમાં કહ્યુંકે, ઉત્તરાખંડ સ્થિત દિવ્યફાર્મસીમાં બનેલ સાત દવાઓ પરીક્ષણમાં હલકી ગુણવત્તાની મળી આવી છે. સૂક્ષ્મજીવી સંબંધી ટેસ્ટમાં જે દવા હલકી ગુણવત્તાની મળી આવી છે તે પતંજલિની બક્તોલવ, આંબળાચૂર્ણ, દિવ્યગૈસહરચૂર્ણ, બકુચીચૂર્ણ, ત્રિફલાચૂર્ણ, અગંધા અને અદ્વેયચૂર્ણ છે. મહત્વનું છે કે દવાઓના એક જથ્થાનું વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં રોજગીવી બેક્ટેરિયા મળ્યા આવ્યા હતા. જો કે વિભાગે સંબંધિત પક્ષોને તાત્કાલીક અસરથી આ દવાઓ ન વેચવા અથવા તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવા કહ્યું છે.