Vankaner News : વાંકાનેરનાં મહિકા ગામે બે દિવસ પૂર્વે જમીનનાં ઝઘડામાં એક સાથે ત્રણ યુવાનોએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં એક યુવકનું મોત થું હતું. આ બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે..
લીઝની જમીનનાં વિવાદમાં મહિકા ગામનાં એક સાથે ત્રણ ભાઈઓએ ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. ઝેરી દવા પી લેનાર ત્રણ ભાઈઓ પૈકીનાં એક એવા યશ બાંભણીયાનું સારવાર દરમ્યાન મોત નીપજતાં રોષ ફેલાયો છે . આ અંગે પાંચ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપીઓ ગોબર ભરવાડ, વિઠલ ચાવડા, ભરત ચાવડા, હનીફ અને હેમેશ પટેલ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
