દિવાળી ગિફ્ટ/ રાજ્ય સરકારનો પ્રશંસનિય નિર્ણય; હવે પાંચ દિવસ સુધી રહેશે સળંગ રજા

રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓની સાથે-સાથે તેમના પરિવાર અંગે પણ વિચાર્યું

Gandhinagar Gujarat
જાહેર રજા રાજ્ય સરકારનો પ્રશંસનિય નિર્ણય; હવે પાંચ દિવસ સુધી રહેશે સળંગ રજા
  • સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર
  • રાજય સરકારે 13 નવેમ્બરની રજા જાહેર કરી
  • કર્મચારીઓને 11થી 15 નવેમ્બર સુધી રજા રહેશે
  • કર્મચારીઓને સળંગ 11થી 15 રજા રહેશે
  • 9 ડિસે. બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

ગાંધીનગર: રાજ્યની ભૂપેન્દ્ર સરકારે એક પ્રશંસનિય નિર્ણય કર્યો છે.  સરકારનાં કર્મચારીઓ માટે સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર કરી મહત્વનો નિર્ણયની જાહેરાત કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાઓ આપવામાં આવશે. આ સળંગ રજાઓ આપવા માટે 13 નવેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. રજાના અવેજમાં 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

રાજ્ય સરકારે 13 નવેમ્બરે રજા જાહેર કરી છે. કર્મચારીઓને 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સળંગ રજા મળી રહે તે માટે કર્મચારીઓના હિતમાં સરકારે પ્રશંસનિય નિર્ણય લીધો છે. 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલું રહેશે. અગાઉ કર્મચારી સંગઠનોએ 13 નવેમ્બરે રજા જાહેર કરવા રજુઆત કરી હતી અને સરકારે કર્મચારી સંગઠનની માગણી સ્વીકારી લીધી છે.

ગાંધીનગર રાજ્ય સરકારનો પ્રશંસનિય નિર્ણય; હવે પાંચ દિવસ સુધી રહેશે સળંગ રજા

દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે. હવે આ રજા જાહેર કરાતા સરકારી કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમ કે દિવાળીના તહેવારમાં લોકો પોતાના સગા-સંબંધીઓ અથવા પરિવાર સાથે બહાર ફરવા જતાં હોય છે, પરંતુ ઘણી વખત રજાનું શેટિંગ ન થતાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ આ વખતે સરકારે પોતાના કર્મચારીઓની મુશ્કેલી દૂર કરી દીધી છે. હવે સરકારી કર્મચારીઓ એકસાથે સળંગ 5 દિવસની રજાનો લાભ લઈ શકશે.

આમ ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓની માગણી સ્વીકારીને ઉજવણી કરવા માટે દિવાળી ગિફ્ટ આપી દીધી છે.

આ પણ વાંચો- માણાવદરમાં ત્રણ પ્રસુતાના મોતનો મામલો, હોસ્પિટલ ખિલાફ ભરાશે પગલા

આ પણ વાંચો- અમદાવાદ ફાઇનાન્સિયલ કૌભાંડનો થયો પર્દાફાશ, CID ક્રાઇમે મુખ્ય આરોપી સહીત 4 લોકોની કરી ધરપકડ