Ahmedabad News/ અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફીલ, અચાનક પોલીસે આવીને નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો

દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ માણતા 9 વ્યક્તિઓ મળી આવ્યા હતા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ગોયલ ઇન્ટરસિટીમાંથી દારૂની મહેફિલ માણતા નવ શખ્સોની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે ગત 21 સપ્ટેમ્બરે રાત્રે ગોયલ ઇન્ટરસિટીના સી3 બ્લોકના ચોથા માળે એક ફલેટમાં દારૂની મહેફીલ હોવાની ચોક્કસ હકીકત પોલીસને મળી હતી. દરમ્યાન ઘરમાં મોંઘી દાટ દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ માણતા 9 વ્યક્તિઓ મળી આવ્યા હતા.

જે અંગે વસ્ત્રાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાંચ જેટલી દારૂની બોટલો કબજે કરી હતી. પકડાયેલા પાંચે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે અભિષેક લોઢા નામના વેપારીએ દીકરીના જન્મ દિવસ નિમિત્તે દારૂની પાર્ટીનું આયોજન ઘરે કર્યું હતું. જેમાં તેના અંગત અંગત મિત્રોને આમંત્રણ આપવા માવ્યું હતું.

આ પાર્ટીમાં મોંઘી અને વિદેશી દારૂની મહેફિલ જામી હતી, ત્યારે જ રંગમાં ભંગ પાડવા માટેથી વસ્ત્રાપુર પોલીસે આવી ગઈ હતી અને દારૂની મજા માણતા પોલીસને હાથે ઝડપાયા છે. જોકે નવી આરોપીઓને હાલ જામીનમુક્ત કરવામાં આવ્યા છે અને દારૂની બોટલો જ્યાંથી આવી તે અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રેલ્વેએ મુસાફરોને ચેતવણી, રિઝર્વેશન ડબ્બામાં વેઈટિંગ ટિકિટ યાત્રિકો નહીં બેસી શકે

આ પણ વાંચો:રેલ્વે વિભાગે સિંહોના મોત અટકાવવા 45 રેલ્વે સેવકોને ખડે પગે તૈનાત કર્યા

આ પણ વાંચો:રેલ્વેમાં 8000 જગ્યાઓ પર ભરતી! જલ્દીથી જાણી લો કેવી રીતે કરશો એપ્લાય…