આગ/ દિલ્હીના મુખર્જી નગરમાં ભીષણ આગ લાગી,ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ,સુરક્ષિત રીતે 34 વિધાર્થીનીઓને બહાર કઢાઇ

આ ઈમારતમાં ફસાયેલી 34 વિદ્યાર્થીનીઓ અને એક નવજાત શિશુને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

Top Stories India
9 1 2 દિલ્હીના મુખર્જી નગરમાં ભીષણ આગ લાગી,ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ,સુરક્ષિત રીતે 34 વિધાર્થીનીઓને બહાર કઢાઇ

દિલ્હીના  મુખર્જી નગર વિસ્તારમાં બુધવારે સાંજે ચાર માળની ગર્લ્સ પીજી બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઈમારતમાં ફસાયેલી 34 વિદ્યાર્થીનીઓ અને એક નવજાત શિશુને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીનીઓને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મુખર્જી નગરમાં SFS ફ્લેટની સામે ચાર માળની બિલ્ડિંગમાં ગર્લ્સ પીજી ચાલે છે. તેમાં યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી યુવતીઓ છે. બુધવારે સાંજે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. ધીરે ધીરે આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ. જેના કારણે પહેલા, બીજા અને ત્રીજા માળે રહેતી વિદ્યાર્થિનીઓ બહાર નીકળવામાં સફળ રહી હતી. પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ ચોથા માળે ફસાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે   કુલ 20 ફાયર બ્રિગેડની ગાડીઓ એક પછી એક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. લગભગ 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે ચોથા માળે ફસાયેલી વિદ્યાર્થિનીઓને પણ સીડી દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ફેફસામાં ધુમાડો પ્રવેશતા વિદ્યાર્થીનીઓને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી બિલ્ડીંગમાં કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. ઘટનાસ્થળે વિદ્યાર્થીઓ અને પોલીસની ભારે ભીડ ઉમટી પડી હતી.