Banaskantha News/ નાણા ધીરનાર વેપારી લૂંટાયો, પાલનપુર ઈદગાહ રોડ પર બની ઘટના

પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat

Banaskantha News: બનાસકાંઠા (Palanpur) જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા 2.50 લાખની લૂંટ (Robbery) મચવા પામતા ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના (Money Lander) વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રમાણે થેલામાં 2.50 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.

હાલ CCTV કેમેરાના આધારે પાલનપુર પોલીસ ઈસમોને શોધી રહી છે. વેપારી પાસે ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં જ્વેલર્સના શો રૂમમાં લૂંટ મામલે થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:અમદાવાદમાં ધોળે દિવસે રિવોલ્વર બતાવી લૂંટ : ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

આ પણ વાંચો:ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના 21 ગુના ઉકેલાયા