અકસ્માત/ ધોલેરામાં ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત

ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના ધોલેરા પીપળી નજીક વટામણ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.

Top Stories Gujarat Others
ટ્રક અને ઇકો કાર

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ડાંગના સાપુતારા પાસે ખીણમાં બસ ખાબકી હોવાની ઘટના બાદ ધોલેરામાં ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જયારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના ધોલેરા પીપળી નજીક વટામણ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે તો 4 લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર ભાવનગરના શિહોરનો પરિવાર છે.

આપને જણાવી દઈએ કે, ઇકો કારમાં સવાર ભાવનગરના શિહોરના પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ડાંગના સાપુતારા પાસે ખીણમાં બસ ખાબકી

આ પહેલા ડાંગના સાપુતારા પાસે ખીણમાં બસ ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા હતા, આ અકસ્માતમાં બે મહિલાઓના મોત નિપજ્યાં હતા,બસમાં સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા પ્રવાસી ગઈ હતી. ત્યાંથી પાછા વળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. તેમની બસ સાપુતારાથી થોડે દૂર ખીણમાં ખાબકી છે. આ ઘટનાના પગલે તંત્ર સહિત આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, તમામ ઇજાગ્રસ્તોને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

50 જેટલા પેસેન્જર સાથે ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળી હતી.જ્યારે  સાપુતારાથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હોવાની વિગત સામે આવી છે. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મુસાફરોને ઇજા થઇ હતી.

આ પણ વાંચો:ભગવાન શિવની વેશભૂષા ધારણ કરનાર વ્યક્તિની ધરપકડ, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સાથે જીવી ના શકાયું તો કિન્નરે પ્રેમી સાથે ઝાડ પર લટકીને મોતને કર્યું વ્હાલું

આ પણ વાંચો:ગુજરાતની ગાંધીધામ વિધાનસભા બેઠક, જાણો શું છે અહીં મતદાન સમીકરણ