Kutch News/ કચ્છમાં યુવકની પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા

કચ્છમાં યુવાને પોલીસ સ્ટેશનની અંદર જ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવ કચ્છના માનકુવા પોલીસમથકે સવારે બન્યો હતો. સમગ્ર બનાવમાં મુંદ્રાના ટપ્પર ગામના 35 વર્ષના યુવાનને બે કોળી સમાજના લોકો ઘરમા ઘૂસી જવાની ફરિયાદ સાથે પોલીસમથકે લાવ્યા હતા.

Gujarat Others Breaking News

Kutch News: કચ્છમાં યુવાને પોલીસ સ્ટેશનની અંદર જ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવ કચ્છના માનકુવા પોલીસમથકે સવારે બન્યો હતો. સમગ્ર બનાવમાં મુંદ્રાના ટપ્પર ગામના 35 વર્ષના યુવાનને બે કોળી સમાજના લોકો ઘરમા ઘૂસી જવાની ફરિયાદ સાથે પોલીસમથકે લાવ્યા હતા. આ દરમિયાન યુવાને પોલીસમથકના બાથરૂમમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આના પગલે સમાજ અને કુટુંબના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.

માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપઘાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. યુવક વેલાજી કાસમ કોલીને શનિવારે સવારે માનકુવાના અશોક હરજી કોળીને પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહ્યું હતું. આ બાદ તે બાથરૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી ગયો હતો. લાંબો સમય તે બહાર ન આવતા પોલીસ કર્મચારીઓને કંઈક અજુગતુ લાગ્યું હતું.

પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયું હતું.

પરિવાર લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈના અટલ સેતુ બન્યો સુસાઈડ પોઈન્ટ, આત્મહત્યા કરનાર મહિલાને કેબ ચાલક અને પોલીસે બચાવી

આ પણ વાંચો: પ્રેમિકાની હત્યા કર્યા બાદ લાશને ખીણમાં ફેંકી દીધી, પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી 

આ પણ વાંચો: સુરતમાં છેલ્લા 18 મહિનામાં 65 હીરા શ્રમિકોની આત્મહત્યા