Kedarnath News: કેદારનાથમાં મોટી દુર્ઘટના સર્જાઈ. રુદ્રપ્રયાગમાં પદયાત્રી માર્ગ પર રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પહાડી પરથી પડેલા પથ્થરો અને કાટમાળ નીચે દટાઈ જવાને કારણે ત્રણ મુસાફરોના મોત થયા છે. આ સિવાય બે અન્ય મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત કેદારનાથ પદયાત્રી માર્ગ પર ચિરબાસા ખાતે થયો હતો.
મળતી માહિતી મુજબ, ગૌરીકુંડથી ત્રણ કિમી આગળ શ્રી કેદારનાથ ધામ તરફ જતા ચાલતા માર્ગ પર ચિરબાસામાં પહાડીની ટોચ પરથી એક પથ્થર પડ્યો હતો , જેના કારણે ઘણા રાહદારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા.
VIDEO | Uttarakhand: Three persons lost their lives and two got injured after stones, and debris fell from a hill near Chirbasa on Kedarnath Yatra trekking route. pic.twitter.com/XZ6wSRKlw7
— Press Trust of India (@PTI_News) July 21, 2024
માહિતી મળતાં જ ગૌરીકુંડ પોલીસ ચોકી અને ડીડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે સ્થળ પર જોયું ટેકરી પરથી પડતા કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ લોકો બેભાન અને બે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સ્ટ્રેચરની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડમાં મોકલવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે આ અકસ્માત ચિરબાસા પાસે થયો હતો. જ્યાં ભારે વરસાદ દરમિયાન અચાનક પહાડી પરથી પથ્થરો અને કાટમાળ પડવા લાગ્યા ( બ્રેકિંગ ન્યૂઝ) રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે ચિરબાસા નજીક ટેકરી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડવાને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. કેદારનાથ યાત્રાના રૂટમાં યાત્રીઓ દટાયા છે.
રાજવરે કહ્યું કે ભૂસ્ખલનની માહિતી મળતાં જ એનડીઆરએફ, ડીડીઆર અને વાયએમએફ વહીવટીતંત્રની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમના આગમન પછી તરત જ તેઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો: પુરી જગન્નાથ મંદિરના રત્નભંડારમાંથી કિમંતી ઝવેરાત સાથે નીકળ્યા શસ્ત્રો અને સમ્રાટોના મુગટ
આ પણ વાંચો:PM મોદી આજે વર્લ્ડ હેરિટેજ કમિટીનાં 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે, યુનેસ્કોના મહાનિર્દેશક રહેશે ઉપસ્થિત
આ પણ વાંચો:મુંબઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે
