Reaction/ દીકરાના નાગા ચૈતન્યના છૂટાછેડા પર અભિનેતા નાગાર્જુનનો ખુલાસો, કહ્યું- સમંથા….

નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન અક્કીનેનીએ પોતાના ઈન્ટરવ્યુમાં બંનેના છૂટાછેડાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Entertainment
નાગાર્જુન

સાઉથના કલાકારો નાગા ચૈતન્ય અક્કીનેની અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડાની જાહેરાત બાદ બંને કોઈક ના કોઈક કારણોસર સતત ચર્ચામાં રહ્યા છે. બંને કપલ વિશે મીડિયામાં ઘણા પ્રકારના સમાચાર સામે  આવ્યા. સામંથા સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત પોતાનો પ્રતિસાદ આપતી જોવા મળી હશે પરંતુ અક્કીનેનીના પરિવારે તેના વિશે વાત કરી નથી. આવી સ્થિતિમાં હવે નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન અક્કીનેનીએ પોતાના ઈન્ટરવ્યુમાં બંનેના છૂટાછેડાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો :શ્વેતા તિવારી બોલી-મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે, જાણો પછી શું થયું…

અભિનેતાએ ઈન્ડિયા ગ્લિટ્ઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘સમંથા નાગા ચૈતન્યથી છૂટાછેડા ઈચ્છતી હતી. મારા પુત્રએ સામંથાનો નિર્ણય સ્વીકાર્યો અને તે માટે સંમત થયો. નાગા છૂટાછેડાની જાહેરાતથી ખૂબ જ ચિંતિત હતા, તેમને લાગ્યું કે છૂટાછેડાના સમાચાર લોકો અને મીડિયા સુધી પહોંચ્યા પછી પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.’ તેના ઇન્ટરવ્યુમાં, સાઉથ અભિનેતાએ આગળ કહ્યું કે સામંથા-નાગા બંને એક-બીજાની ખૂબ નજીક જ હતા.  મને ખરેખર ખબર નથી કે શા માટે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. લગ્નના ચાર વર્ષમાં મેં ક્યારેય બંનેને લડતા જોયા નથી. બંનેએ વર્ષ 2021નું નવું વર્ષ એકબીજા સાથે ખુશીથી ઉજવ્યું. મને લાગે છે કે ત્યારથી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, નાગાર્જુન ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી સાઉથ એક્ટર નાગાર્જુન બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો :ચોકલેટ કેક ખાધા બાદ શ્રુતિ હાસનની થઈ ખરાબ હાલત, વીડિયો જોઈને રહી જશો દંગ

આ પણ વાંચો : મૌની રોયની હલ્દી સેરેમનીની પહેલી તસવીર આવી સામે તમે પણ જોઈ લો

આ પણ વાંચો :અનુપમ ખેરની માતા દુલાઈ બાઈએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- સુરક્ષા ન રાખો, અમે તમારી સાથે છીએ

આ પણ વાંચો :બિગ બોસ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ, શહનાઝ ગિલ મળશે જોવા