Aditya thackery પર ફરીથી સિકંજો કસવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં દિશા સાલિયાન હત્યા કેસ (Disha Salian murder case) ફરીથી ખૂલશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે (Devendra fadanvis) દિશા કેસમાં સિટ (Sit)ને તપાસના આદેશ આપ્યા છે.
આમ મહારાષ્ટ્રનો દિશા સાલિયાન હત્યા કેસ ફરી ખુલશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિશા કેસમાં SIT તપાસના આદેશ આપ્યા છે. એટલું જ નહીં, તેણે અપીલ કરી છે કે જો કોઈની પાસે આ કેસ સાથે સંબંધિત પુરાવા છે, તો તે SITને આપે. હકીકતમાં, ભાજપ અને શિંદે જૂથના ધારાસભ્યો સતત આ મામલે SIT તપાસની માંગ કરી રહ્યા હતા.
દિશા સાલિયાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતની (Sushantsinh Rajput) ભૂતપૂર્વ મેનેજર હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 8 જૂન, 2020 ની રાત્રે, દિશા સાલિયાને બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેના પછી 14 જૂને સુશાંત સિંહ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી બંનેના મોતને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં દિશા સાલિયાનના મોતનો મામલો ફરી એકવાર ગરમાયો છે. આ પહેલા ગુરુવારે ભાજપના ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ (Nitesh Rane) આ મામલે તપાસની માંગ કરી છે. તેમણે આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટની (Narco Test) પણ માંગ કરી હતી.
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે (Nitesh Rane) અને શિવસેના(Shive Sena) (Eknath Shinde group)ના ધારાસભ્ય ભરત ગોગાવલેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં સુશાંત રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. આ પછી ગૃહમાં ભારે હોબાળો થયો. નિતેશ રાણેએ કહ્યું છે કે સાંસદ રાહુલ શેવાળેએ (Rahul Sheval) લોકસભામાં માંગ કરી હતી કે એયુ (AU) નામની વ્યક્તિ આદિત્ય ઠાકરે છે. તેણે રિયા ચક્રવર્તીને (Rhea chakraborty) 45 કોલ કર્યા, અમે પહેલા દિવસથી કહીએ છીએ કે સુશાંત સિંહ અને દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેનું નામ છે.
આ પણ વાંચોઃ
Scam/ યુપીના ટાઉનશિપમાં એક જ બાથરૂમમાં બે સીટ લગાવવામાં આવી
મુલાકાત/અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના 24 તાલીમી અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં કરી મુલાકાત
