Surat/ સુરતમાં સૈયદપુરા બાદ અસમાજિક ત્તત્વોનો વરિયાવી બજારમાં ફરી કાંકરીચાળો

સુરતમાં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી કાંકરીચાળો કરાયો વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા.

Top Stories Gujarat Surat Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 49 1 સુરતમાં સૈયદપુરા બાદ અસમાજિક ત્તત્વોનો વરિયાવી બજારમાં ફરી કાંકરીચાળો

Surat News: સુરત (Surat)માં વરિયાવી બજાર (Variyavi Bazar)માં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી કાંકરીચાળો કરાયો. સૈયદપુરા બાદ વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. શહેરમાં 8 સપ્ટેમ્પરના રોજ ગણપતિ પંડાલ પર સગીરો દ્વારા પથ્થર મારો કરાયો હતો. હવે શહેરમાં ફરી એકવાર અસમાજિક તત્ત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ગણેશ પ્રતિમા પર મુસ્લિમોના પત્થરમારા બાદ સુરતના વરિયાવી બજારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો – Gujaratmitra Daily Newspaper

શહેરમાં વરિયાવી વિસ્તારમાં ગણપતિ મંડપ પર કાંદા બટાકા ફેંકવામાં આવ્યા. અસમાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને ડરાવવા ગણેશ પંડાલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 5 દિવસની અંદર શહેરમાં વધુ એક ગણેશ મંડપને નિશાન બનાવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો. જો કે આ બનાવ બાદ વરિયાવી બજારમાં ગણેશ મંડપ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પરંતુ તહેવાર દરમ્યાન અસમાજિક તત્ત્વો દ્વારા થતી વારંવાર આવી હેરાનગતિને લઈને શહેરના અન્ય વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં ચુસ્ત વ્યવસ્થા તૈનાત કરવાને લઈને માંગ કરવામાં આવી છે.

Stone pelting at Syedpura Anise Bazar in Surat | સુરતમાં ગણેશ પ્રતિમા પર 12 વર્ષના 6 મુસ્લિમ બાળકોનો પથ્થરમારો: રોષે ભરાયેલાં લોકોએ વાહનો સળગાવ્યાં, પોલીસનો ...

શહેરમાં 5 દિવસ પહેલા 8 સપ્ટેમ્બરના રોજ સૈયદપુરાના ગણેશ પંડાલ પર અજાણ્યા છ કિશોરો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. જેના બાદ સમગ્ર શહેરમાં અરાજકતાનો માહોલ છવાયો હતો. જો કે ગૃહમંત્રી અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા સ્થિતિ થાળે પડી હતી. પરંતુ ફરી એકવાર શહેરમાં ગણેશ મંડપને નિશાન બનાવતા હવે અસમાજિક તત્વોએ પથ્થરના બદલે ડુંગળી અને બટાકા ફેંકયા હતા. સૈયદપુરાની ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે આ એક ષડયંત્ર છે. આ ઘટનાને લઈને કેટલાક જાણકારોએ ભીતિ વ્યક્ત કરી હતી કે કેટલાક લોકોની ઉશ્કેરણીને પગલે કાશ્મીર સ્ટાઈલમાં સગીરોનો ઉપયોગ કરી તહેવાર દરમ્યાન શાંતિ ડહોળવા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલમાં પોલીસે સૈયદપુરા અને વરિયાવી બજારની સ્થિતિ પર નિયંત્રણ કર્યું છે. જો કે રાજ્યની પોલીસ આ ઘટના બાદ વધુ સતર્ક થતા ગણેશ ઉત્સવ દરમ્યાન તોફાની તત્વોને કાબૂમાં કરી રહી છે.

પ્રોટેકશનની માંગ

સુરત ના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થર મારા બાદ ગણેશ મંડળોમાં ચિંતા નો વિષય ઉભો થયો છે,દર વર્ષે હર્ષો હુલ્લાશથી મનાવતા ગણેશ ઉત્સવમાં આ વખતે ગણેશ પંડાલોમાં એકત્ર થતી ભક્તો ની ભીડ માં ક્યાંક હવે ઘટાડો નોંધાયો છે, કારણ કે સુરત શહેરના ગણેશ મંડળોમા કાંકરીચાળાની દહેશતના પગલે પ્રોટેક્શન માંગ્ કરતા અનેક સવાલો ઉભા થયા છે પીઢી ઓ થી ચાલતા આવતા આયોજકો દ્વારા ગણેશ ઉત્સવ ના બાકી ના દિવસ કઈ રીતે કાઢવા તે અંગે મૂંઝવણ જોવા મળી રહી છે,આ સાથે જ પ્રખ્યાત એવા કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની પણ માંગ કરી છે તેમાં પણ સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી છે,

ગણેશ પંડાલોના આયોજકો દ્વારા રજૂઆત બાદ લોકોમાં ભ્ય દૂર કરવા પથ્થર મારામાં સ્થાનિક પોલીસ દ્વારા થયેલી ચૂક સુધારવા અને લોકોનો વિશ્વાસ પરત મેળવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરાઈ ,આમ તો સુરતમાં અસંખ્ય મંડળો છે પરંતુ મોટા અને પ્રખ્યાત ગણેશ પંદાલો માં બે પોલીસ જવાનો આખો દિવસ તૈનાત રાખવા સુરત પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસને સુચના અપાય છે, આ સાથે જ કેટલાક ગણેશ પંડાલો પર પોલીસ દ્વારા ફરજિયાત સીસીટીવી કેમેરા મુકાવાવમાં આવ્યા છે,તેમજ સંવેદનશીલ વિસ્તારોની અંદર ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખવા માટે ડીસીબી સહિતના અધિકારી ઓને ટીમો બનાવીને કામગીરી કરવા તેમજ ફરી થી કોઈ ટીખળ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ અપાયા છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં પથ્થરબાજોને કોર્ટમાં રજૂ કરાયા, 14 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા

આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

આ પણ વાંચો: સુરતમાં પથ્થરમારો કરનારાઓની ગેરકાયદેસર મિલકત પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર