Usa News : અમેરિકામાં 5 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આ પહેલા દુનિયાના આ સૌથી શક્તિશાળી દેશના અલગ-અલગ રાજ્યોમાં 5 લોકોને ફાંસી આપવામાં આવશે. હત્યા સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠરેલા આ તમામ લોકો હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે. તેમની સામેના આરોપોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના નિયમો મુજબ મૃત્યુદંડની સજા પામેલા આ લોકોને ઝેરી ગેસ અથવા ઈન્જેક્શન આપવાની જોગવાઈ છે.અમેરિકી સરકારના મતે આ માત્ર સંયોગ છે કે દેશમાં ટોચના પદ માટે ચૂંટણી પહેલા પાંચ કેદીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ઘણી વખત વૈશ્વિક મંચ પર મોતની સજા ઘટાડવાનું સમર્થન કર્યું છે. મળતી માહિતી મુજબ અમેરિકાના અલાબામા, મિસૌરી, ઓક્લાહોમા, સાઉથ કેરોલિના અને ટેક્સાસમાં મોતની સજા આપવામાં આવનાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં જુલાઈ 2003થી 2024 સુધીના 21 વર્ષમાં પહેલીવાર એક પછી એક પાંચ લોકોને મોતની સજા આપવામાં આવી રહી છે. ડેથ પેનલ્ટી ઇન્ફોર્મેશન સેન્ટર નામના એનજીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોબિન માહેરે જણાવ્યું હતું કે ગયા શુક્રવારે સાઉથ કેરોલિનામાં પ્રથમ મોતની સજા આપવામાં આવી હતી. આ કેસમાં 1997માં સ્ટોર ક્લાર્કની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ફ્રેડી ઓવેન્સ નામના યુવકે કરી હતી. કોર્ટે ફ્રેડીને ફાંસીની સજા ફટકારી હતી.
આ સિવાય અલાબામામાં 26 સપ્ટેમ્બરે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરીને બીજીવાર મોતની સજા આપવામાં આવશે. આ કેસમાં આરોપી એલન મિલરને 2022માં સજા સંભળાવવામાં આવી હતી. તેના પર 1999માં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. ત્યારબાદ 1 ઓક્ટોબરે ટ્રેવિસ મુલિસને ટેક્સાસમાં ફાંસી આપવામાં આવનાર છે. તે માનસિક રીતે બીમાર છે અને તેણે જાન્યુઆરી 2008માં તેના 3 મહિનાના પુત્રની હત્યા કરી હતી. તે જ દિવસે, માર્સેલસ વિલિયમ્સને મિઝોરીમાં મૃત્યુદંડની સજા આપવામાં આવનાર છે. તેના પર 1998માં એક મહિલાની ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ હતો. એમેન્યુઅલ લિટલજોનને પછી ઓક્લાહોમામાં મૃત્યુદંડની સજા આપવામાં આવશે. તેણે 1992માં લૂંટ દરમિયાન સ્ટોર માલિકને ગોળી મારીને હત્યા કરી હતી.
આ પણ વાંચો:લેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ રિન્સન જોસ કોણ છે? કેરળના વાયનાડ સાથે કનેકશન હોવાનું ખુલ્યું
આ પણ વાંચો:લેબનોનમાં ઈઝરાયેલી હુમલામાં 500 જેટલા લોકો મોતને ભેટ્યાં, પશ્ચિમ એશિયામાં વધ્યો તણાવ
આ પણ વાંચો:લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં કેરળ કનેક્શન ખૂલતા મચી સનસનાટી
