અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ખાડે ગયેલા તંત્રનો વધુ એક પુરાવો તેણે આપેલા સફાઈ કોન્ટ્રાક્ટમાંથી મળ્યો છે. અમદાવાદના કુલ 122 તળાવમાંથી એએમસીએ 47 તળાવમાંથી જ કચરો સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
શહેરી આયોજનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે શહેરમાં પાણી ભરાવવાનું એક મોટું કારણ કચરાથી ભરેલા તળાવો છે. આ સિવાય તળાવો આંતરિક રીતે પણ જોડાયેલા નથી. કુલ 122 તળાવમાંથી 23 તળાવ જ વરસાદીની પાણીની લાઇનો સાથે જોડાયેલા છે. બીજા કેટલાય તળાવો કચરાથી ભરેલા છે તો બીજા ઘણા ભરાઈ ગયા છે અને ત્યાં બાંધકામ થઈ ગયા છે.
આ ઉપરાંત AMCએ જણાવ્યું હતું કે વર્ષે તળાવની સફાઈ માટે વધુ ટેન્ડર બહાર પાડવામાં આવશે નહી. 16 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા ટેન્ડરમાં 47 તળાવમાંથી વનસ્પતિ, કચરો, મૃત માછલીઓ અને પ્રાણીઓને દૂર કરવા માટે બિડ આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ કામ પાછળ AMC અંદાજે રૂ. 3-4 કરોડનો ખર્ચ કરશે. જે 47 તળાવોની સફાઈ કરવામાં આવશે તેમાં વસ્ત્રાપુર, ઘુમા, ગોતા, આરસી ટેકનિકલ, ચાંદલોડિયા, સોલા, ઉગતી, થલતેજ, પાંચા, મલાવ અને ચેનપુર જેવા પશ્ચિમ વિસ્તારોના મુખ્ય તળાવોનો સમાવેશ થાય છે. એએમસીએ છેલ્લા એક દાયકામાં તળાવોને વરસાદી પાણીની લાઈનો સાથે જોડવાનો કોઈ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ