Congress leader-Atik grave/ અતીકને ભારત રત્નની માંગ, કબર પર તિરંગો અને ‘અમર રહે’ના નારા… કોંગ્રેસ નેતા રાજકુમારની ધરપકડ

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કબર પર તિરંગો ફરકાવનાર અને ‘અમર રહે’ના નારા લગાવનાર Congress leader કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories India

પ્રયાગરાજ: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કબર પર તિરંગો ફરકાવનાર અને ‘અમર રહે’ના નારા લગાવનાર Congress leader Rajkumar-Atik કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા વિરુદ્ધ IPCની કલમ 153B અને પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની કલમ 2 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. Congress leader Rajkumar-Atik  100 થી વધુ ગંભીર અપરાધિક કેસોમાં નામાંકિત અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના માફિયા ભાઈ અશરફની ગયા અઠવાડિયે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

https://twitter.com/AdvAshutoshBJP/status/1648662208807845890?s=20

કબર પર તિરંગો મૂકવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવારની ધરપકડ

આ મામલે પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. Congress leader Rajkumar-Atik રાજરૂપપુર ચોકીના ઈન્ચાર્જ વિવેક કુમાર સિંહે કેસ નોંધ્યો છે. જે બાદ કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયાની પણ ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયા પ્રયાગરાજમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 43 દક્ષિણ મલાકાથી કોર્પોરેટરના ઉમેદવાર છે. રાજકુમારે ગઈ કાલે અતીક અને અશરફની કબરો પર તિરંગો ફરકાવ્યો એટલું જ નહીં પણ ‘અતિક અહેમદ અમર રહે’ના નારા પણ લગાવ્યા.

અતીકને ભારત રત્ન આપવાની પણ માંગણી કરી હતી
એટલું જ નહીં કોંગ્રેસ નેતાએ અતીક અને અશરફને શહીદ કહીને તેમના પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. Congress leader Rajkumar-Atik અતીક અહેમદને ભારત રત્ન આપવાની પણ માંગ કરવામાં આવી હતી. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદન લેનાર યુટ્યુબર વિરુદ્ધ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ નિવેદન કોર્પોરેટરના ઉમેદવાર રાજકુમારને ફસાવીને આપવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો તેને જામીન નહીં મળે તો તેને જેલમાં મોકલી દેવામાં આવશે. જો કે બંને કલમોમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેથી અરજી પર કોર્ટમાંથી જામીન મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ હીટવેવ/ ભારતનો 90 ટકા હિસ્સો હીટવેવના ઝોનમાંઃ લોકો ઉનાળામાં ચેતે

આ પણ વાંચોઃ Amit Shah-SCO/ અમિત શાહ આજે શાંઘાઈ કોઓપરેશનની બેઠકની અધ્યક્ષતા કરશે

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/ ‘રાહુ’લને નડ્યુ સૂર્યગ્રહણઃ સેશન્સ કોર્ટે બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવી સ્ટે માંગતી અરજી ફગાવી