National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં છેલ્લાં 6 માસના સૌથી ઓછા નવા કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં માત્ર 16 હજાર નવા કેસ દેશભરમાં નોંધાયા | દેશમાં છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ફરી નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધુ નાગરિકો કોરોના મુક્ત થયા | દેશમાં UKથી પરત આવેલાં મુસાફરોમાંથી અત્યાર સુધીમાં 233 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં, આ તમામમાંથી કેટલાં નવા પ્રકારના વાયરસથી પોઝિટિવ છે તેની તપાસ ચાલુ | દેશમાં આજે ચાર રાજ્યોમાં કોવિડ વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ, કો-વિન એપ પર નોંધણી કરાવનારા 125 વ્યક્તિને આજે વેક્સિન અપાશે | દેશભરમાં માર્ચથી અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે છેલ્લાં સપ્તાહમાં દરેક રાજ્યમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો | પંજાબમાં ખેડૂત આંદોલન ઉગ્ર, છેલ્લાં 24 કલાકમાં જ વધુ 90 મોબાઈલ ટાવરોને નુકસાન પહોંચાડાયું, પંજાબમાં કુલ 1500 ટાવરને નુકસાન પહોંચાડાયું
International/WHOએ વિશ્વભરના દેશોને જીનોમિક સિકવન્સિંગની મદદથી કોરોનાના તમામ નવા વેરિએંટને શોધવા કવાયત શરૂ કરવાની હાકલ કરી, હાલમાં યુકે અને સા.આફ્રિકામાં સૌથી ઘાતક નવા સ્ટ્રેન મળ્યાં | UKમાં કોરોના વાયરસના નવા પ્રકારને લીધે અત્યાર સુધીના સર્વાધિક 41,400 નવા કેસ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા, આ સાથે યુકેમાં 23 લાખથી વધુ કુલ કેસ થઈ ગયા | અમેરિકાએ કોરોના પીડિતને મળનારી સહાય વધારીને હવે 2 હજાર ડોલર કરી નાખી, એટલે કે પ્રત્યેક કોવિડ પોઝિટિવ વ્યક્તિને લગભગ દોઢ લાખ રૂપિયા અપાશે | સા.આફ્રિકામાં ફરી એકવાર દૈનિક કેસ ઝડપથી વધી રહ્યાં, છેલ્લાં 24 કલાકમાં 7,400થી વધુ નવા કેસ નોંધાયા, આ સાથે સા.આફ્રિકામાં કુલ કેસ હવે 10 લાખને પાર થઈ ગયા | સા.આફ્રિકામાં નવા પ્રકારના કોરોના વાયરસને લીધે કર્ફ્યૂ સહિતના કડક નિયંત્રણો લાદી દેવાયા, આ ઉપરાંત આલ્કોહોલ પર પણ બેન લગાવી દેવાયો | જર્મનીમાં પણ સેકન્ડ વેવ હાહાકાર મચાવ્યો, છેલ્લાં 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં જ 674 લોકોના મૃત્યુ થયા, જે યુએસ બાદ બીજા ક્રમે સૌથી વધુ | અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 1800થી વધુના મોત થયા, આ સાથે અમેરિકામાં મૃત્યુઆંક હવે સાડા ત્રણ લાખની નજીક પહોંચી ગયો | રશિયામાં છેલ્લાં 24 કલાકમાં 27 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે કુલ કેસ હવે 30 લાખને પાર થઈ ચૂક્યો
Not Set/UKમાં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક, અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક આંક, 24 કલાકમાં 41,400 નવા કેસ, 24 કલાકમાં વધુ 357ના મોત, કુલ કેસ હવે 23 લાખને પાર
India/દેશમાં રિકવરી રેટમાં નોંધાયો ઉછાળો,નવા 16 હજાર કેસ સામે 24 હજાર દર્દી રિકવર,દેશમાં હાલ 2.67 લાખ કોરોના એકટિવ કેસ,દેશમાં કુલ કેસનો આંક 1.02 કરોડ પર, દેશમાં કોરોનાથી કુલ 1.48 લાખ લોકોનાં મોત
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 810 કેસ, 24 કલાકમાં 1016 દર્દીઓ સાજા થયા, 24 કલાકમાં 6 દર્દીઓનાં થયાં મોત, રાજ્યમાં હાલ 10,223 એકટિવ કેસ, રાજ્યમાં કોરોનાનાં કુલ 2.42 લાખ કેસ
Weather/રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત, 3.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન,વડોદરામાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 8.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Vadodara/વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીને લઈ આજે સવારે 9 કલાકે મતગણતરી થશે શરૂ, ગઈકાલે બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણીમાં કુલ 99.49 ટકા મતદાન થયું હતું
Not Set/ગાંધીનગર-રાજકોટમાં આજે કોરોના વેક્સિન ડ્રાય રન ,રાજકોટ શહેરના 5 અર્બન હેલ્થ સેન્ટરમાં ડ્રાય રન, વેક્સિનેશન બાદ લાભાર્થીને ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે, 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે, ગઈકાલે હેલ્થવર્કસને ટ્રેનિંગ અપાઈ હતી
Morbi/મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ,પોલીસકર્મીની જન્મ દિનની ઉજવણીમાં ભારે ભીડ, લોકગાયક જીગ્નેશ બારોટ પણ રહ્યા ઉપસ્થિત, જન્મદિનની ઉજવણીમાં તમામ લોકો ગરબે ઘૂમ્યા, MLA બ્રિજેશ મેરજા અને અધિક કલેક્ટર પણ હતા હાજર, સ્કાય મોલ ખાતે પોલીસકર્મીની જન્મદિનની ઉજવણી,પોલીસકર્મી હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે