Banaskantha News : બનાસકાંઠાના ધાનેરા સ્થિત મોટા મેડા ગામમાં આપઘાતના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં એક આધેડ વયની વ્યક્તિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં મૃતકનું નામ માજી રાણા હોવાનું તથા તેમની ઉમર 50 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું.
મૃતક માજી રાણા રાજસ્થાનના વતની હોવાનુંજાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ વ્યક્તિએ શા માટે આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું નથી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવાને લઈ વિહિપ-બજરંગદળનું પોલીસ સાથે ઘર્ષણ
આ પણ વાંચો: ગાંધીનગરના ચિલોડા પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે 7 લાખનો મદ્દામાલ ઝડપ્યો