Junagadh News: જૂનાગઢમાં ભારે વરસાદની સાથે ગિરનાર પર્વત પર વરસાદના લીધે રમણીય દ્રશ્યો સર્જાયા હતા. પગથિયા પરથી વહેતા પાણીનો વહેતા સુંદર દ્રશ્યો જોઈને જાણે એમ જ લાગે કે સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ પૃથ્વી પર થઈ રહ્યું છે.
પર્વતની ટોચથી પગથિયા પર પાણી ઉતરતા યાત્રાળુઓને મુશ્કેલી પડી હતી, પણ તેની સાથે-સાથે તેમણે પ્રકૃતિની રમણીય મજા પણ માણી હતી. ગિરનાર પર્વતનો પણ અદભુત નજારો સામે આવ્યો છે.
વરસાદમાં ગિરનારનું સૌંદર્ય જાણે ખીલી ઉઠ્યું છે. કુદરતે જાણે બધી જ કારીગરી અહીં કરી દીધી હોય તેવું લાગે છે. કુદરતને જાણે કેમેરાના કચકડે કંડારવાની ઇચ્છા થઈ આવે તેવી સુંદરતા અહીં વેરાઈ ગઈ છે.
પ્રકૃત્તિની આ સુંદરતા જોતાં-જોતાં જીવ જાણે ધરાય જ નહીં તેવું લાગે છે. સતત આ કુદરતી વાતાવરણને જોતાં જ રહીએ અને તેનો અહેસાસ માણતા રહીએ. આ જોઈને એમ જ લાગે કે પ્રકૃત્તિનું સોળે કળાએ ખીલેલું સૌંદર્ય જોવા જવા માટે ગુજરાતની બહાર જાણે જવાની જરૂર જ નથી, ગિરનાર જઈએ એટલે પૂરુ થઈ ગયું.
ગિરનારના પર્વત પરથી વહેતો આ ધોધ જોઈને એમ જ લાગે કે આપણે જાણે સાઉથના કોઈ પ્રવાસન્ સ્થળે આવ્યા છીએ. ત્યાં પણ આવા જ ધોધ હોય છે. તેથી જો આવા વરસાદમાં આ પ્રકારના યાત્રાસ્થળોની મુલાકાત લેવામાં આવે તો ગુજરાતમાં પણ જોવાલાયક સ્થળોની કોઈ કમી નથી.
વિડીયો જોઈને જોઈ શકાય છે કે લોકો તકલીફો વચ્ચે પણ ગિરનારની કુદરતી જહોજલાલીનો આનંદ માણી રહ્યા છે. પર્વત પરથી સતત પગથિયા પર વહેતુ પાણી, ખડકો પરતી વહેતો ધોધ અને ચારેય બાજુએ ખીલેલું પ્રકૃતિનું સૌંદર્ય કુદરતની અવર્ણનીય સુંદરતાનો અહેસાસ કરાવે છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત