ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે. તેવામાં હવે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ ઉપરાત ચૂંટણી પ્રચાર પણ તેજ કરી દીધો છે.કોગ્રેસ આ વખતે ચૂંટણી જીતવા માટે ભાજપ પર આરોપનામું જાહેર કરવાની રણનીતિ અપનાવી છે, હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ભરત સોંલંકીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર.કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સામે અનેક પ્રહાર કર્યા છે. આજે તેમણે ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસએ ભાજપ સામે તોહમતનામુ બહાર પાડ્યું છે. તેમણે 20 મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું હતુ. સરકારની વિવિધ નિષ્ફળતાઓ ગણાવીને તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું આરોપનામા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આમાં ભ્રષ્ટાચાર સાથે બેરોજગારી અને મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા છીએ. 27 વર્ષ થી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બનાવી છે. અત્યારની તમામ 1995 સુધીની સરકારી શાળાઓ કોંગ્રેસે બનાવી છે.
ભાજપે એક પણ સરકારી શાળા તો નથી બનાવી પરતું શાળાો બંધ કરાવી દીધી છે. વધુમાં તેંમણે જણાવ્યું કે તમામ સરકારી દવાખાનાઓ કોંગ્રેસે બનાવ્યા છે. ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના બનાવાયા નથી. તમામ મેડિકલ કોલેજ પણ કોંગ્રેસ દ્વારા બનાવાઇ છે. ભાજપ દ્વારા બનાવાઇ નથી. . 27 વર્ષમાં ભાજપ ગુજરાતને પતન તરફ લઈ ગયા છે.
