નવી શિક્ષણનીતિ/  ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને મોટી રાહત,મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડ

હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા લખ્યું, નવી શિક્ષણનીતિમાં ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ પિરિયડની શરૂઆત કરવાનો નિર્ણય…આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ અપાશે.

Top Stories Ahmedabad Gujarat
બેગલેસ પિરિયડ
  • વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ
  • બેગલેસ 10 દિવસ દરમિયાન પ્રેક્ટિકલ તાલીમ
  • હર્ષ સંઘવીએ ટ્વીટથી જાણકારી આપી
  • વિદ્યાર્થીને સુથારીકામ,મેટલવર્ક,બાગકામની તાલીમ

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના બેગલેસ અભ્યાસક્રમનો અમલ થશે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષમાં 10 દિવસ એવા ફાળવાશે, જેમાં વિદ્યાર્થીઓએ બેગ લીધા વિના શાળાએ જવાનું રહેશે.આ 10 દિવસ અભ્યાસક્રમ નહીં, પણ વિવિધ વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ અપાશે.આ 10 દિવસ વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ,માટીકામ, શણ બનાવવાનું, રાષ્ટ્રીય સ્મારક,સંગ્રહાલયની મુલાકાતે લઈ જવાશે.ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, શૈક્ષણિક રમત,સ્વચ્છતા અને ચોખ્ખાઈના પાઠ ભણાવાશે.સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણીય પ્રવૃત્તિ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, સ્થાનિક કારીગરો સાથે કામગીરી અને ઉદ્યોગોની મુલાકાતે લઈ જવાશે.જો કે આ બેગલેસ 10 દિવસ દરમિયાન પ્રેક્ટિકલ તાલીમ માટે વિદ્યાર્થીઓને કોઈ માર્ક કે ગ્રેડ નહીં અપાય.

આ પણ વાંચો:પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પંજાબ પોલીસને મોટી સફળતા, ત્રણ આતંકવાદીઓની ધરપકડ

આ પણ વાંચો:ઓમિક્રોનના આ 7 લક્ષણો ભારતમાં તબાહી મચાવી રહ્યા છે, જાણો શું છે લક્ષણ