Surat News: સુરતમાં BSNL સિમકાર્ડના વેચાણમાં જબરજસ્ત વધારો નોંધાયો છે. ટેલિકોમ ક્ષેત્રમાં BSNLએ વાપસી કરી છે. ફક્ત સુરતમાં BSNLસાથે છેલ્લા 1 માસમાં 70 હજાર ગ્રાહકો જોડાયા. શહેરમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો છે તો પછી સમગ્ર ગુજરાતમાં આ આંકડો લાખ ઉપર પંહોચ્યો છે. સમગ્ર દ. ગુજરાતમાં 1.50 લાખ ગ્રાહકો BSNL સાથે જોડાયા. BSNL સીમ ખરીદવા મુખ્ય ઓફિસ પર ઘસારો થયો.

રીલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓએ કાર્ડ પરના પ્લાનમાં તોતિંગ વધારો કરતા ગ્રાહકો ફરી પાછા BSNL પર પાછા ફર્યા. BSNL સિમકાર્ડ લેવા ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે. મોટી કંપનીઓના ટેરિફ પ્લાનની કિમંત વધુ પડતી ઊંચી છે જેના કારણે લોકો BSNL પર ડાયવર્ટ થઈ રહ્યા છે. આજના મોંઘવારીના સમયમાં ગ્રાહકો જે પ્લાન સસ્તો હોય તેને વધુ પસંદ કરે છે. જુલાઈ મહિનાના શરૂઆતના પંદર દિવસમાં જ 4,666 જેટલા BSNLના સિમકાર્ડનું વેચાણ થયું. BSNLના અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 1.70 લાખ જેટલા BSNLના સિમકાર્ડનું વેચાણ થયું છે. અને સૌથી વધુ સુરતમાં જુલાઈના 15 દિવસમાં 15 હજાર કાર્ડ અને અમદાવાદમાં 11 હજાર BSNLના સિમકાર્ડનું વેચાણ થયું.
મોબાઈલ શોપના માલિકે કહ્યું કે દિગ્ગજ કંપનીઓએ ટેરિફ પ્લાન વધારતા હવે લોકો BSNL તરફ ડાયવર્ટ થયા છે. મોટાભાગના ગ્રાહકો BSNLનું સિમકાર્ડ જ માંગે છે.
આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ
