સુરત/ કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટે આ પ્રયાસો શરૂ કર્યા છે, વિશ્વભરમાં વસ્તી વધારાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો…

Top Stories Gujarat Surat
Image 2024 06 16T163143.809 કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

@પૂજા નિષાદ

Surat News: મોદી કેબિનેટમાં સ્થાન મેળવતાની સાથે જ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી. આર. પાટીલ સક્રિય રીતે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. તેમણે સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી. આર પાટીલ પહેલી વખત મોદી સરકારમાં મંત્રી બન્યા છે. તેઓ નવસારીથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ તેમણે પોણા આઠ લાખ મતની જંગી લીડથી જીત મેળવી. તેઓ મોદી સરકારમાં મંત્રી બનતાં હવે પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે પ્લાન બનાવવા લોકોને અપીલ કરી હતી, તો બીજી તરફ કેન્દ્રીય જળમંત્રી સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી બન્યા બાદ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે તૈયાર કરાયી છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ,સાથે સાથે જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણ ની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટે આ પ્રયાસો શરૂ કર્યા છે, વિશ્વભરમાં વસ્તી વધારાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને મર્યાદિત શુદ્ધ પાણીના જથ્થા સામે આ સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે. આ સમસ્યાથી ભવિષ્યમાં કોઈપણ દેશ બાકાત રહેવાનો નથી. અત્યાર સુધીમાં બે વિશ્વ યુદ્ધો થયા તે જમીન અને સંપત્તિ માટે થયા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે પાણી માટે અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે થશે. આ સમસ્યાને પહોચી વળવા માટે શુદ્ધ પાણીના સ્ત્રોતનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર