Ahmedabad News/ અમદાવાદમાં ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 31 અમદાવાદમાં ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં સાણંદ પોલીસે (Sanand Police) ફાર્મહાઉસમાં ચાલતા કોલ સેન્ટર(Call Centre)નો પર્દાફાશ કર્યો છે. સાણંદના અંદેજ ગામમાં પોલીસે એક ફાર્મહાઉસ પર દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી 2.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના સાણંદના આવેલા અણદેજમાં આવેલા ફાર્મહાઉસમાં ધમધમતાં કોલ સેન્ટરમાં સાણંદ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યાં હતા. અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. હારૂન નામનો શખ્સ તેના ફાર્મમાં કોલ સેન્ટર ચલાવતો હતો. તારીક સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 2.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, તેમજમુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા ફરાર થયેલો છે.

દરોડા દરમિયાન પોલીસે 2.74 લાખ રૂપિયાથી વધુની કિંમતના કોમ્પયુટર, મોબાઈલ અને કાર સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. જોકે, મુખ્ય આરોપી, ફાર્મહાઉસ માલિક હારુન વાઘેલા ફરાર થઈ ગયો છે. સાણંદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે એવી લાલચ આપી છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

આ પણ વાંચો:અમેરિકાના નાગરિકોને શીશામાં ઉતારતી ગેંગના 26 જણાને CBI એ દબોચ્યા, નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન

આ પણ વાંચો:મહેસાણામાં કોલ સેન્ટર પર દરોડો, એક આરોપી ઝડપાયો