જિલ્લા શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર હસ્તકની પ્રાથમિક શાળાઓમા ફરજ બજાવતા વર્ષ 2017માં નિમણૂંક પામેલા 285 વિદ્યાસહાયકોને પૂરા પગારનાં હુકમો એનાયત કરવાના કાર્યક્રમો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા છે. જેમાં છોટાઉદેપુર ની શાળાઓમાં પણ આવો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાસહાયકોને પૂરા પગારનાં હુકમો એનાયત કરવાના કાર્યક્રમો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, પાવીજેતપુર, બોડેલી તેમજ સંખેડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2017 માં નિમણૂંક પામેલ 285 વિદ્યાસહાયક શિક્ષકોને પુરા પગારના હુકમો એનાયત કરવા માટેનો એક કાર્યક્રમ બોડેલી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે 285 વિદ્યાસહાયક શિક્ષક ભાઇ બહેનોને તેમના પુરા પગારના હુકમો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવે ત્યારે તમામ શિક્ષકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી ગયેલી જોવા મળી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી ગંગા સીંગ, સાથે સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા પુરા પગારના હુકમો મેળવનાર તમામ વિદ્યાસહાયક શિક્ષકોને અભિનંદન આપી વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓના ઘડતર કરવા અનુરોધ કર્યો હતો ત્યારે પુરા પગારના હુકમ મેળવનાર શિક્ષકોએ પણ પાંચ વર્ષની વિદ્યા સહાયક તરીકેની સેવા બાદ આજે પુરા પગાર મળતા આનંદ ઉત્સાહની લાગણી વ્યક્ત કરી જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓમાં સારામાં સારું શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીનું ઘડતર કરવા ખાતરી પણ આપી હતી.
આ પણ વાંચો : પંજાબે ચેન્નાઈને 11 રને હરાવ્યું,ધવન-રબાડા બન્યા મેચના હીરો