Akshay Kumar Son Aarav Bhatia/ CISF ઓફિસરે અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયાને એરપોર્ટ પર રોક્યો, આ છે મોટું કારણ

આરવ ભાટિયા એરપોર્ટમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જ CISF ના અધિકારીએ તેને એન્ટ્રી ગેટ પર જ રોક્યો હતો.

Trending Entertainment
અક્ષય

બોલિવૂડ (Bollywood)  એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) નો પુત્ર આરવ ભાટિયા (Aarav Bhatia) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેના પુત્ર આરવ ભાટિયાને સુરક્ષાના કારણોસર મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. જ્યાં તેઓને જરૂરી દસ્તાવેજો તપાસવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ તે પોતાની યાત્રા માટે એરપોર્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. ETimes ના અહેવાલ મુજબ આરવ ભાટિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

જ્યાં તે બ્લુ કલરની ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો. આરવ ભાટિયા એરપોર્ટમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જ CISF ના અધિકારીએ તેને એન્ટ્રી ગેટ પર જ રોક્યો હતો. નિયમોને અનુસરીને અધિકારીએ આરવને દસ્તાવેજો તપાસવા કહ્યું. જે બાદ આરવે ઓફિસરને તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા. નિયમો અનુસાર તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ તેને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે આરવ ભાટિયા યુકેમાં અભ્યાસ કરી રહ્યો છે. તેને ફેશન ડિઝાઇનિંગમાં રસ છે. જેનો ખુલાસો ખુદ અભિનેતા અક્ષય કુમારે કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેનો દીકરો આરવ ભાટિયા ફિલ્મોમાં જવા  નથી માંગતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફેશન ડિઝાઇનિંગ કરવા માંગે છે. હાલમાં આરવ ભાટિયા લાઈમ લાઈટથી દૂર રહે છે.

આ પણ વાંચો:જ્યારે CM યોગીને મળ્યા સુનીલ શેટ્ટી, જાણો શું માંગી મદદ, થઈ રહી છે ચર્ચા

આ પણ વાંચો:અમદાવાદમાં ‘પઠાણ’ સામે બજરંગ દળે મચાવ્યો હંગામો,મોલમાં ફાડ્યા શાહરૂખના પોસ્ટર

આ પણ વાંચો:₹32 કરોડમાં વેચાયું સોનમ કપૂરનું મુંબઈનું ઘર! જાણો તેની વિશેષતા અને જુઓ અંદરની તસવીરો

આ પણ વાંચો:શાહરૂખ ખાનની ‘પઠાન’ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર, ફિલ્મના નામમાં કોઈ ફેરફાર નહીં