- ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી યથાવત
- નલિયામાં 6.2 ડિગ્રી લઘુ.તાપમાન
- 11 શહેરમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન
- હજુ બે દિવસ કડકડતી ઠંડી પડશે
- રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ
- બે દિવસ કાતિલ ઠંડીનું જોર યથાવત
cold in gujarat ; ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.રાજ્યમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું છે. કાતિલ ઠંડી પડતી હોવાથી લોકો વહેલી સવારે અને મોડી સાંજે બિનજરૂરી કામ વગર ઘરમાંથી બહાર નીકળતા નથી. ઠેર ઠેર તાપણા કરતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હજુપણ બે દિવસ કડકડતી ઠંડી પડશે. નલિયામાં 6.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યના 11 શહેરોમાં 11 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે.ત્રણ દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે.
નોંધનીય છે કે ગુજરાતમાં ઠંડીનો cold in gujarat અહેસાસ યથાવત જોવા મળી રહ્યો છે, આજેપણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કાતિલ ઠંડીના લીધે લોકો બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડી હજુપણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસ સુધી કાતિલ ઠંડી પડશે.મેટ્રો સીટી અમદાવાદ,કચ્છ, અને ભાવનગરમાં પારો ગગડશે તેવી વકી છે. ઉત્તર ભારતમાં ઝરમર વરસાદ સાથે ( gujarat cold) પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં બે દિવસ સુધી પારો ગગડતો જોવા મળશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે .
ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા ( gujarat cold) અનુસાર 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ઉચ્ચ ભેજ સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાદમાં 24 થી 26 જાન્યુઆરી વચ્ચે તે વધુ તીવ્ર થવાની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં 24 અને 25 અને ઉત્તરાખંડમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થશે.જેના લીધે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ જોવા મળશે
