‘રામ મંદિર પ્રસાદ’ પર એમેઝોનને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે એમેઝોનના પ્રવક્તાએ નોટીસના જવાબમાં કહ્યું, “અમને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) તરફથી અમારા પ્લેટફોર્મ પર કેટલાક વિક્રેતાઓ તેમના ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા દાવાઓ અંગે ફરિયાદ મળી છે. અમે અમારી નીતિ મુજબ આવી નકલી સૂચિ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ તેના પ્લેટફોર્મ પર ‘અયોધ્યા રામ મંદિર પ્રસાદ’ના ભ્રામક દાવા સાથે મીઠાઈ વેચવા બદલ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન (Amazon)ને નોટિસ જારી કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની ફરિયાદના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યી છે. તેથી ગ્રાહક સત્તામંડળે એમેઝોન (Amazon) પાસેથી આ મુદ્દે સાત દિવસમાં જવાબ માંગ્યો છે અને ચેતવણી આપી છે કે જો તે જવાબ આપવામાં નિષ્ફળ જશે. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓ હેઠળ કંપની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ દરમ્યાન, ઈ-કોમર્સ કંપનીએ કહ્યું કે, તે આ મામલે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે.
એમેઝોનના પ્રવક્તાએ તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘અમને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તરફથી અમારા પ્લેટફોર્મ પર કેટલાક વિક્રેતાઓ તેમના ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા દાવાઓ અંગે ફરિયાદ મળી છે. અમે અમારી નીતિ મુજબ આવી ખોટી સૂચિ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.’ CCPAએ જણાવ્યું કે, તેના અધિકારીઓએ જોયું કે એમેઝોન પર વિવિધ મીઠાઈઓ અને અન્ય ખાદ્યપદાર્થો વેચાણ માટે ઉપલબ્ધ છે, જે શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એમેઝોને આ ઉત્પાદનોને તેના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂક્યા છે, જે ગ્રાહકોને ઉત્પાદનના વાસ્તવિક લક્ષણો વિશે ગેરમાર્ગે દોરી શકે છે.
એમેઝોન પર વેચાણ માટે સૂચિબદ્ધ પ્રોડક્ટ વિશે આપેલી વિગતો, રામ મંદિર અયોધ્યા પ્રસાદ–રઘુપતિ ઘી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ–ખોયા ખોબી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ-દેશી ગાયનું દૂધ પેડા. CCPAએ કહ્યું, ‘ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન નિયમ, 2020ના નિયમ 4(3)હેઠળ, કોઈપણ ઈ-કોમર્સ કંપની કોઈપણ અયોગ્ય વેપાર પ્રથા અપનાવશે નહીં અથવા ઉત્પાદન વિશે ગેરમાર્ગે દોરનારા દાવા કરશે નહીં.’ અને જો તે આ પ્રકારનું કંઈ પણ કરશે તો તે જ સમયે, ગ્રાહક સુરક્ષા કાયદો ‘ભ્રામક જાહેરાતો’ પર પ્રતિબંધ મૂકશે.
આ પણ વાંચો:Ram Mandir Image Note/શું રામ મંદિરના ફોટાવાળી રૂ.500ની નોટ જારી કરવામાં આવશે? જાણો શું છે હકીકત
આ પણ વાંચો:Tata Consumer Products/ટાટા કન્ઝ્યુમર ખરીદશે આ 2 કંપનીઓને, 3500 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરશે, ડીલમાં મળશે મદદ
આ પણ વાંચો:Stock Market/શેરબજારમાં તેજીની ચમક પાછી આવતા રોકાણકારો ખુશ, આવતી કાલે રજાના દિવસે પણ બજારમાં કામકાજ ચાલુ રહેશે