નર્મદા/ દેડિયાપાડામાં બે વર્ષથી સિવિલ હોસ્પિટલ બની હોવા છતાં લોકાર્પણ નહિ થતા તાળાબંધીની ચીમકી

નર્મદા જિલ્લાના તાલુકા મથક દેડિયાપાડામાં આવેલી સિવિલ હોસ્પિટલની ઇમારત તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં થઇ રહેલાં વિલંબથી ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના બાદ જાતે લોકાર્પણ અથવા  તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

Gujarat Others
દેડિયાપાડામાં

નર્મદાના દેડિયાપાડામાં સિવિલનું લોકાર્પણ નહિ થાય તો ધારાસભ્ય દ્વારા તાળાબંધીની ચીમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે સિવિલની ઈમારતને બની ગયેલા 2 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે.છતાં પણ સિવિલનું લોકાર્પણ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના તાલુકા મથક દેડિયાપાડામાં આવેલી સિવિલ હોસ્પિટલની ઇમારત તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં થઇ રહેલાં વિલંબથી ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના બાદ જાતે લોકાર્પણ અથવા  તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

દેડિયાપાડામાં 2017માં નવી સિવિલ હોસ્પિટલનું ભૂમિપુજન કરાયા બાદ બે વર્ષમાં ઇમારત તૈયાર કરી દેવામાં આવી હતી. બે વર્ષથી સિવિલ હોસ્પિટલ લોકાર્પણની રાહ જોઇ રહી છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇને સુવિધાઓ ચકાસી હતી. જેમાં 1986ની સાલનું એકસ રે મશીન પણ ધ્યાને આવ્યું હતું.

દેડિયાપાડા તાલુકો 2 લાખથી વધારે લોકોની વસતી ધરાવતો તાલુકો હોવા છતાં આરોગ્ય સેવાના નામે મીંડુ જોવા મળી રહયું છે. અહીંના વિસ્તારના લોકો ઓછા શિક્ષિત હોવાને કારણે બહાર પોતાનો ઈલાજ કરાવતા પણ ડર અનુભવતા હોય છે તેથી તેમને અહીં જ પૂરતી સુવિધાઓ મળે તે જરૂરી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પોર્ટેબલ ટીએલસી મશીન, ઓક્સિજન કોન્સ્ટેટર, મલ્ટી પેરામીટર સેલ કાઉન્ટરો સહિતની મશીનરીનો અભાવ જોવા મળ્યો હતો.

આ વિસ્તારમાંસિકલસેલ ના દર્દીઓનું પ્રમાણ વધુ હોવાને કારણે તબીબી સ્ટાફ અને સુવિધાઓ હોવી ખુબ જરૂરી છે. જો એક મહિનામાં નવી સિવિલનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો તાળાબંધી કરાવની ચીમકી ધારાસભ્યએ આપી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જો હોસ્પિટલમાં સરકાર સુવિધાઓ નહિ વધારે તો તેઓ જન ભાગીદારીથી સુવિધા વધારશે.

આ પણ વાંચો:AIIMS સાયબર હુમલાનું ચીન સાથે ક્નેક્શન! દિલ્હી પોલીસ એક્શનમાં, ઈન્ટરપોલની મદદથી કોયડો ઉકેલાશે

આ પણ વાંચો:અહીં બન્યો શ્રદ્ધા હત્યા જેવો વધુ એક કિસ્સો, પતિએ હેવાન બનીને પત્નીની હત્યા કરી લાશના કર્યા 12 ટુકડા

આ પણ વાંચો:ભારતે બાંગ્લાદેશને 188 રને હરાવ્યું, શ્રેણીમાં 1-0ની લીડ મેળવી