Gandhidham News/ DGGI ના ગાંધીધામમાં ટીમ્બરની 5 પેઢી પર દરોડા, કરોડોની GST ચોરી પકડાઈ

અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (DGGI)એ ગાંધીધામ સંકુલમાં આવેલી 5 જાણીતી ટીમ્બર પેઢીમાં DGGI એ દરોડા પાડીને 5 કરોડની કરચોરી પકડી, વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા હતા, તેથી કાર્યવાહી કરાઈ હતી.

Top Stories Gujarat Others

Gandhidham News : અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (DGGI)ની ટીમે કચ્છના ગાંધીધામ ખાતેની 5 જાણીતી ટીમ્બર પેઢીઓ પર દરોડી પાડ્યા હતા. પેઢીઓ વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા હતા. આ સમગ્ર મામલે DGGI ને જાણ થતા ટીમ બનાવી પેઢીઓ પર તવાઈ બોલવાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ગાંધીધામ સંકુલમાં આવેલી 5 જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (DGGI)એ દરોડા પાડીને 37 કરોડના GST ચોરીના કૌભાંડનો, સ્થાનિક જીએસટી કચેરીને અંધારામાં રાખીને પર્દાફાશ કરતાં ટેક્સચોરોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ DGGI ની ટીમે 5 પેઢીઓ વિદેશથી લાકડાં આયાત કરી તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરાતું હોવા અંગેની પૂર્વ બાતમીના આધારે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ 37 કરોડની GST ચોરી મળી આવી હતી, તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી 43 કરોડની સંભવિત બેનામી રોકડ રકમ પણ મળી આવી હતી.

સમગ્ર મામલે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આ પ્રકરણમાં 37 કરોડની GSTની ચોરી બહાર આવ્યા બાદ અમદાવાદ DGGIએ પેઢીના સંચાલકોના મોબાઇલ, લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી અર્થે મોકલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. અમદાવાદ DGGI ના દરોડાથી પેઢીઓમાં ફફળાટ ફેલાયો, DGGI એ આગળની તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાના બિલ્ડર ગ્રુપના ત્યાં DGGI ના દરોડા

આ પણ વાંચો: DGGI ચેન્નાઇનો મુન્દ્રા પોર્ટ પર સપાટો, સુગંધિત તમાકુનું એક કન્ટેનર કર્યું સીઝ, મુન્દ્રા કસ્ટમ ને 4 મહિના પહેલા એલર્ટ કરાયું હતું, કસ્ટમની SIIB શાખા દ્વારા તપાસ કરવામાં આવી, શંકાસ્પદ

આ પણ વાંચો: શિખર પાન મસાલા પર DGGIના દરોડા, ધંધો સંભાળતા બે લોકોની અટકાયત